અમરેલી

માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા સાતમો વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

 સાવરકુંડલા ખાતે ઘણાં વર્ષોથી વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થા માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા સાતમા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા ૪૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. આ  પ્રસંગે ચાલુ વર્ષે નિવૃત્ત થતા કર્મચારીઓને સન્માનવાનું આયોજન પણ કરવામાં આવેલ. જેમાં કે.પી.બગડા (અધિક્ષક હિસાબનીશ), પી.બી.સોલંકી – લાઈન ઇન્સ્પેકટર (પી.જી.વી.સી.એલ.) જુન-૨૦૨૩ માં  વય મર્યાદાને કારણે સેવા નિવૃત થવાના છે  તેમજ કનુભાઈ ખીમસુરીયા (જી.એસ.આર.ટી.સી), ગત એપ્રિલ-૨૦૨૩ માસમાં નિવૃત થયેલ મહેશ પી. ખુમાણ – (મુંબઈ) જેઓ ગત મે-૨૦૨૩ માં સેવા નિવૃત થયેલ તેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે મુંબઇથી આમંત્રણને માન આપી પધારેલ નરોતમભાઈ વેગડા, ગાંગજીભાઈ ખુમાણ, જેસીંગભાઈ ખુમાણ તેમજ સ્થાનિક લોકો હાજર રહેલ. પ્રસંગોચિત ઉદબોધન  સી.એ.બગડા દ્વારા કરવામાં આવેલ. કે.પી.બગડા દ્વારા તેમના વક્તવ્યમાં સંસ્થાની કામગીરી ને બીરદાવેલ અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ કરતા રહો તેવી શુભેચ્છા પાઠવેલ. તેમજ એમ.કે.રાઠોડ જેઓ અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી શકેલ નહીં તેઓએ ટેલીફોનિક કાર્યક્રમની શુભેચ્છા પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી.કે.બગડા અને જયંત હેલૈયા દ્વારા કરવામાં આવેલ. ડી.કે.રાઠોડ દ્વારા સંસ્થા વતી ઉપસ્થિત તમામનો તેમજ વોલન્ટીયર્સ અને સવિશેષ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ કે જેમના વગર આવા પ્રકારના સેવાયજ્ઞ શક્ય જ નથી.

Follow Me:

Related Posts