fbpx
બોલિવૂડ

પ્રથમ ગુજરાતી ફિલ્મ કન્નડ ભાષામાં પણ રિલિઝ થશે

લગ્ન બાદ યુવતિ સામાન્ય રીતે તેના ભાવિ પતિની સાથે રહેવા પિયર છોડીને તેના સાસરે જાય છે, પરંતુ ‘વર પધરાવો સાવધાન’ના કિસ્સામાં એવુ નથી. આ ગુજરાતી ફિલ્મમાં ઉંધુ દર્શાવવામાં આવ્યું છે, અર્થાત લગ્ન બાદ યુવક (વરરાજા) સાસરે રહેવા જાય છે. આગામી ૭ જુલાઇના રોજ રિલિઝ થનારી આ ફિલ્મ કન્નડ ભાષામાં રિલિઝ થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની રહેશે અને ગુજરાતી ભાષાની ફિલ્મ જે તારીખે રિલિઝ થશે એ જ તારીખે કન્નડ ભાષામાં પણ રિલિઝ થશે. ગુજરાતી અને કન્નડ એમ એક સાથે બે અલગ અલગ ભાષામાં એકસાથે રિલિઝ થનારી આ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની રહેશે. ફિલ્મના પ્રોડ્યુસર અને આર્ટમેન ફિલ્મના શૈલેષ ધામેલિયાએ કહ્યું હતું કે મુંબઇમાં આવેલી ડબિંગ સ્ટુડિયોમાં આ ફિલ્મનું ડબિંગ કરવામાં આવ્યું હતું. બે અલગ અલગ ભાષામાં રિલિઝ કરવાનું કારણ આપતાં ધામેલિયાએ કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મોને નવો વિસ્તાર અને નવું માર્કેટ આપવાના એકમાત્ર આશયથી બે ભાષામાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. ઉત્તમ કક્ષાનું વિષયવસ્તુ ધરાવતી ઘણી સારી ફિલ્મોને વ્યાપક પ્રમાણમાં પ્રેક્ષકોનો આધાર મળી રહે તે માટે તેઓને વિવિધ ભાષામાં ડબ કરવામાં આવે છે. આજના પ્રેક્ષકો સારું વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો ઇચ્છે છે, અને તેથી જ અમે આ ફિલ્મને કન્ન્ડ ભાષામાં ડબ કરવાનો ર્નિણય કર્યો હતો એમ ધામેલિયાએ ઉમેર્યું હતું. ધામેલિયાના અભિપ્રાયને ટેકો આપતાં ફિલ્મના ડિરેક્ટર અને સ્ટોરી રાઇટર વિપુલ શર્માએ કહ્યું હતું કે કોવિડની મહામારી બાદ પ્રેક્ષકોમાં સબ-ટાઇટલ ધરાવતી જુદી જુદી ભાષાની ફિલ્મો જાેવાનું વલણ વધ્યું છે, અને અમારા કિસ્સામાં પણ ફિલ્મનો વિષય યુનિવર્સલ છે તેથી તે વિશાળ જનસમુહને સ્પર્શે છે અને તેથી જ અમે અન્ય ભાષામાં આ ફિલ્મને ડબ કરવાનો ર્નિણય લીધો હતો. તમિલ અને મલયાલમ જેવી દક્ષિણ ભારતની લોકપ્રિય ભાષાઓને બદલે કન્નડ ભાષા ઉપર જ કેમ પસંદગી ઉતારવામાં આવી તેનો ખુલાસો કરતાં શર્માએ કહ્યું હતું કે ડિસ્ટ્રિબ્યુટરોના સપોર્ટના કારણે અમે કન્નડ ભાષા ઉપર પસંદગી ઉતારી હતી.

Follow Me:

Related Posts