ભાવનગર મેયરશ્રી ના વરદ હસ્તે અભિવાદન શહેરની ૩૧૬ આંગણવાડીના ૬૦૦૦ થી વધુ ભૂલકાઓને જીવન શિક્ષણ સાથે જોડવા પ્રતિબદ્ધ શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે આંગણવાડી કાર્યકરોનું સંમેલન યોજાયું..તા.૦૯/૦૬/૨૩ જૂને શહેરના મેયરશ્રી તથા શિક્ષણવિદ ડૉ. નલીનભાઇ પંડિત ની અધ્યક્ષતામા યોજાયેલ તાલીમી નિદર્શન કાર્યક્રમમાં શહેર આંગણવાડી બાળકોએ પ્રાર્થના, અભિનય ગીત અને ક્રાફટ પ્રવૃત્તિનું નિદર્શન કર્યું હતું.. આ પ્રસંગે પરીખ ફાઉન્ડેશનના સી. એસ. આર સંચાલક શ્રી ભવ્યભાઈ શાહ તથા બાળ કેળવણી માટે સજ્જ મુંબઈ સ્થિત શ્રી નિલેશભાઈ સૂચકનું વિશેષ અભિવાદન મેયરશ્રીનાં વરદ હસ્તે થયું.. શિશુવિહાર સંસ્થા પરિસરમાં સતત ૧૨.માં વરસે યોજાતા અને વર્ષભર ચાલનાર તાલીમ કાર્યક્રમનું સંકલનમાં વિભાગીય અધિકારી શ્રી શારદાગૌરી દેસાઈ તેમજ શ્રી હિનાબહેન ભટ્ટ સહભાગી થયા હતા…
શિક્ષણ સાથે જોડવા પ્રતિબદ્ધ શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે આંગણવાડી કાર્યકરોનું સંમેલન યોજાયું

Recent Comments