અમદાવાદમાં રેલવે પોલીસ અને ડ્ઢઇૈંની કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર મેઇલમાંથી આંગડિયા પેઢીના કરોડોના પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં રોકડ, સોના બિસ્કિટ, દાગીના સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર મેઇલમાં ૯ આંગડિયા પેઢીનો સ્ટાફ કિંમતી પાર્સલ લઈને આવ્યો હતો. મુંબઈથી અમદાવાદ સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન મારફતે કરોડો રુપિયાનો માલ લાવવામાં આવતા હતા. કિંમતી સામાન તપાસ કર્યા બાદ વેપારીને પરત સોંપવામા આવશે. રેલવે પોલીસ તમામ પાર્સલની ચકાસણી કરી રહી છે. પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આંગડિયા પેઢી માલિકનો આક્ષેપ કર્યો છે. થોડા દિવસ પહેલા ડ્ઢઇૈંએ પણ પાર્સલ તપાસ કર્યા હોવાનું સામે આવ્યુ હતુ.
અમદાવાદમાં રેલવે સ્ટેશન પરથી કરોડોનો બિન હિસાબી માલસમાન ઝડપાયો


















Recent Comments