લાઠી ના શાખપુર ખાતે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ
લાઠી ના શાખપુર ખાતે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ આજ રોજ લાઠી તાલુકા ના શાખપૂર અને પાડરશીંગા ખાતે પ્રાથમિક શાળાઓ માં શાળા પ્રવેશોત્સવ ની સાથે સાથે રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસ નો પણ આરંભ કરવા માં આવ્યો હતો. જિલ્લા શૈક્ષણિક સંઘ પ્રમુખ વિજયભાઈ મકવાણા, શૈલેષભાઈ સોલંકી, દિપ્તીબેન જોશી અને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાકટ્ય અને શાળા પ્રવેશોત્સવ બાદ નવા શૈક્ષણિક વર્ષ માં દાખલ થનાર તમામ વિદ્યાર્થીઓ ની આરોગ્ય કર્મચારીઓ દ્વારા વજન, ઊંચાઈ, પોષણ ની સ્થિતિ, હિમોગ્લોબીન અને બ્લડ ગ્રુપ તપાસ કરવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડો. સાગર પરવડીયા અને ડો. હરિવદન પરમાર દ્વારા તબીબી તપાસ કરી જરૂરી સારવાર આપવા માં આવી હતી. ઉપરાંત, તમામ વિદ્યાર્થીઓ ને ઊણપજન્ય રોગો, વાહકજન્ય રોગો, ચેપી રોગો થી બચવા લેવા માં આવતી પરેજીઓ વિશે સમજાવી સ્વચ્છતા, તમાકુ નિષેધ વગેરે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસની ઓનલાઇન નોંધણી કરવા માં આવી હતી જેના દ્વારા તમામ વિદ્યાર્થીઓ નું આરોગ્ય કાર્ડ બનાવવા માં આવશે. કાર્યક્રમ દરમિયાન પ્રોત્સાહન રૂપે અમુક વિદ્યાર્થીઓ ને પદાધિકારીઓ ના વરદહસ્તે આરોગ્ય કાર્ડ આપવામાં આવેલ હતું. અગાઉ દૃષ્ટિ ખામી ની તપાસ કરાવેલ વિદ્યાર્થીઓ ને આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતા. શાળા ના આચાર્યો સલીમભાઈ લોહિયા, નીતાબેન મેશિયા, ઇલાબેન મેર, પાર્થ ભાઈ તેરૈયા અને શિક્ષકો ના સંકલન થી સમગ્ર કામગીરી નું આયોજન શાખપૂર પેટા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ ભાવિક મહેતા, હેતલ વાઘેશ્વરી અને નીતા ભાસ્કર દ્વારા કરાયું હતું.
Recent Comments