આંસોદર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
ગુજરાતમાં સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી યોજનાઓના અમલીકરણથી ડ્રોપ આઉટ દર ઘટ્યો છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2023 અંતર્ગત આંસોદર પ્રાથમિક શાળા ખાતે શ્રી જી સી પટેલ સાહેબ મામલતદાર શ્રી લાઠી તથા સંજયભાઈ પંડયાના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો. નામાંકન મુજબ ભૂલકાઓએ બાલવાટિકામાં પ્રવેશ મેળવી બાલ વાટિકાના પટાંગણની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ભૂલકાઓને દાતાશ્રી ગોરખ ભાઈ ડેર તરફથી કીટ આપવામાં આવેલ, તેમજ ગોવિંદભાઈ ચૌહાણ તરફથી તિથિ ભોજન આપવામાં આવેલ. સાથે આરોગ્ય વિભાગ તરફથી બાળકોને હેલ્થ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. મામલતદાર સાહેબ શ્રી એ શાળાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગ્રામજનોના સહકારને અભિનંદન પાઠવ્યા હતા. આંસોદર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2023 માં જિલ્લા પંચાયત કારોબારી સદસ્ય શ્રી મગનભાઈ કાનાણી તથા સંજયભાઈ પરમાર મેડિકલ ઓફિસર શ્રી ,આઈ.સી.ડી.એસ વિભાગ માથી પધારેલ બહેન તથા તલાટી કમ મંત્રીશ્રી, સરપંચ શ્રી કૈલાસબેન સુતરીયા, ઉપસરપંચ શ્રી ખોડાભાઈ જોગરાણા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments