અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારનાં કર્મચારીઓ જ્યારે વય મર્યાદાના કારણે નિવૃત થાય છે ત્યારે તેઓ તેમની જન્મ તારીખ નાં આધારે વય મર્યાદાના જે માસમા નિવૃત થાય છે તે માસ વર્ષના અંત પહેલા હોય ત્યારે તે વર્ષનું ઇન્ક્રિમેન્ટ, પેન્સન અને ગ્રેજ્યુટીનાં લાભ આપવાનાં કામે સરકાર શ્રી નાં પેન્સન વિભાગ ધ્યાન પર લેતા ન હોવાથી નિવૃત થનાર કર્મચારીને તે વર્ષનું ઇન્ક્રિમેન્ટ આપવામાં આવતુ નથી એટલે કે એક ઇન્ક્રિમેન્ટ ઓછુ ગણવામાં આવે છે. નિવૃત કર્મચારીને પેન્સન બાબતે ઘણુ નાણાંકીય નુક્શાન પહોંચે છે. અને મરણ પર્યંત અથવા તો મરણ બાદના વારસદારો કાયદેસર મળવાના નાણાંકીય લાભમાં ઓછો લાભ મળવાના કારણે અન્યાયનો ભોગ બને છે.આવા જ એક કિસ્સામાં જુનાગઢ જીલ્લાના વિસાવદર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા માવજીભાઇ વાલજીભાઇ વિસપરા તા.૩૦/૦૬/૨૦૧૪ નાં રોજ નિવૃત થયેલ તેમને તે વર્ષનું ઇન્ક્રિમેન્ટ આપવામાં આવેલ નહીં તેથી તેમને પેન્સનની ગણીતરીમાં મોટો નાણાંકીય ગેરલાભ થયેલ તેથી નારાજ થઇને માવજીભાઇ તરફથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પૂનમ મનન મહેતા (દામનગર માજી નગરપતિ સુરેશ મહેતાના પુત્રવધુ) મારફત સ્પે.સી.એ. નં.૨૨૩૧૫૮૨૦૨૨ કરવામાં આવેલ જે કામે અરજદારના એડવોકેટને સાંભળીને તર્કબદ્ધ દલીલ ને ગ્રાહય રાખી નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી તા.૨૯/૦૪/૨૦૨૩ નાં રોજ હુકમ કરી અરજદારને નિવૃતિના વર્ષને પેન્સનના હેતુ માટે ઇન્ક્રિમેન્ટ ગણીને પેન્સર રીવાઇઝ કરી એરીયસ સાથે નાણાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.
ગુજરાત હાઈકોર્ટ માં કર્મચારી ને ઇન્ક્રિમેન્ટ ગણીને પેન્સર રીવાઇઝ કરી એરીયસ સાથે નાણાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે

















Recent Comments