અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાનાં ચુંટાયેલા તમામ સદસ્યોને સાંપ્રત પરિસ્થિતિનો સામનો કરવા સજજ થવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અગત્યની મિટિંગ બોલાવી સભ્યોને જરૂરી સૂચનો કર્યા 

સાવરકુંડલા નગરપાલિકાના ચુંટાયેલા તમામ સભ્યોને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તાત્કાલિક મીટીંગ બોલાવીને તમામને આ વાવાઝોડાની આફતને પહોંચી વળવા છેવાડાના વિસ્તારોમાં ઝુંપડપટ્ટીમાં રૂબરૂ મળીને તમામ રીતે  ઉપયોગી થવા તથા જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક શાળાઓમાં આશરો આપવા તેમજ તમામ વ્યવસ્થા આ ખરાં સમયે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો દ્વારા કરવાની ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ એક અગત્યની મીટીંગ બોલાવીને સુચના આપી હતી કે દરેક આગેવાનોએ પોતપોતાના વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોની સેવામા કામે લાગી જવા સુચના આપી હતી આ અન્વયે ગતરોજ બપોરે ચાર કલાકે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોની  ટીમ શહેરમાં જુદા જુદા સ્થળોએ જાતે કામગીરી હાથ ધરી હતી. જેમાં, G.E.B.ને ભારે પવનના કારણે ઝાડવાં પડી જતા તેના હીસાબે ઈલેક્ટ્રીક પોલ ભાંગી જતા ખાદી કાર્યાલય પાસે તાત્કાલિક નગરપાલિકાના ફાયરબ્રિગેડની ટીમ અને જેસીબી મશીન દ્વારા જીઇબીના કર્મચારીઓને સાથે રાખીને તાત્કાલિક રીપેરીંગ કરવી વીજપુરવઠો શરૂ કરાવેલ. અને હાથસણી રોડે ઉપર આવેલ દેવીપૂજક વિસ્તારમાં ૨૫ ધરના  રહેઠાણ ઝુંપડપટ્ટીમાં રૂબરૂ મુલાકાત લઈને જો વધારે વરસાદ આવે તો આ લોકોને શાળા નં ૪ હાથસણી રોડે તેમજ ત્યાં નવી બનેલ પોસ્ટ ઓફિસમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડે નગરપાલિકાના  સદસ્યશ્રીઓના મોબાઈલ નંબર આપેલ છે..

ત્યાર બાદ હાથસણી રોડે ઓવરહેડ પાણીની ટાંકીએ વાલમેનોને બોલાવીને ત્રણેય પાણીના ટાકાઓ  ભરાઈને પીવાના પાણીનો સંગ્રહ કરવાની સુચનાઓ આપી હતી..ત્યારબાદ જીલ્લા ભાજપના  ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા તેમનાં ખર્ચે સુખડી અને ગાંઠીયાના ફુડ પેકેટ બનાવવાનની કામગીરી વજલપરા ભોજલરામ પટેલ વાડીમાં ચાલુ કરેલ છે. આવી સામાજિક સેવાઓમાં સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી, નગરપાલિકાના સદસ્યો કમલેશભાઇ રાનેરા, પીયુષભાઈ મશરૂ, કેશુભાઈ સુડાસમા, મનસુખભાઈ લાડવા, હરીભાઈ ભરવાડ, રમેશભાઈ ચોહાણ, અનીલભાઈ ગોહીલ, વલ્લભભાઈ કારેણા, કેશુભાઈ બગડા, નીતીનભાઈ હૈલૈયા, ભાવેશભાઈ કવા, ભુપતભાઈ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાંક, હસુભાઈ ચાવડા તેમજ સવજીભાઈ ચૌહાણ સહીતના લોકસેવકોએ  શહેરમાં જુદી જુદી જગ્યાએ સેવાઓ કરીઑ રહ્યા છે ..તેમ નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીની યાદી જણાવે છે

Related Posts