ભગવાન શિવના ભક્તો માટે આવી રહી છે ફિલ્મ ‘લવ યૂ શંકર’
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/06/File-01-Page-24-1140x620.jpg)
બોલીવૂડ ઈંડસ્ટ્રીમાં હાલના સમયમાં ભગવાન પર ફિલ્મો બનાવવાનું ચલણ વધી રહ્યું છે. હાલમાં જ આદિપુરુષની રિલીઝ બાદ ફરી એક વાર રામાયણની ચર્ચા થઈ રહી છે. ભગવાન રામ અને સીતાના ઈતિહાસને યાદ કરી રહ્યા છે. આ દરમ્યાન ભગવાન રામ બાદ હવે ભગવાન શિવ શંકરના ભક્તો માટે એક ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે. ફિલ્મનું નામ લવ યૂ શંકર છે. ભગવાન શિવને ભોલેનાથ સહિત કેટલાય નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે શિવ શંકરને પ્રસન્ન કરવું ખૂબ જ અઘરુ છે. પણ જાે તેઓ પોતાના ભક્તની ભક્તિથી ખુશ થઈ જાય તો, ઈચ્છા અનુસાર વરદાન પણ આપે છે. આમ તો શિવ શંકર પર કેટલીય ફિલ્મો બની ચુકી છે અને કેટલીય ફિલ્મોમાં ભગવાનના નાના નાના પાત્ર જાેવા મળ્યા છે. પણ હવે આપને શિવ શંકરની કહાની મોટા પડદા પર જાેવા મળશે. હકીકતમાં જાેઈએ તો, બોલીવૂડની એક એનિમેશન ફિલ્મ ‘લવ યૂ શંકર’ રિલીઝ થવા માટે તૈયાર છે. મેકર્સે આ ફિલ્મના પોસ્ટર શેર કર્યા છે અને લોકો માટે રિલીઝ ડેટ પણ શેર કરી છે. આ ફિલ્મને રાજીવ એસ રુઈયાએ ડીરેક્ટ કરી છે. લવ યૂ શંકર ૨૨ સપ્ટેમ્બર સિનેમાઘરોમાં દસ્તક આપી છે. ફિલ્મના પાત્રોની વાત કરીએ તો, આ ફિલ્મમાં તનીષા મુખર્જી, સંજય મિશ્રા, શ્રેયસ તલપડે, માન ગાંધી, અભિમન્યૂ સિંહ અને પત્રિક જૈન મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. જાે કે,કયું પાત્ર કોણ નિભાવી રહ્યું છે, તેને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. સુનીતા દેસાઈએ અજ્ઞાતના બૈનર હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આપને જણાવી દઈએકે, મહાશિવરાત્રિના અવસર પર ફિલ્મ ખૂબ ચર્ચામાં આવી હતી. ફિલ્મની કહાનીની વાત કરીએ તો, કહાની એક બાળક અને શિવશંકરની આજૂબાજૂમાં ફરતી દેખાય છે. ૮ વર્ષનું બાળક જેને ભગવાન શિવમાં ખૂબ જ આસ્થા છે. તો વળી આ ફિલ્મ ચાર અલગ અલગ ભાષા એટલે કે, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં રિલીઝ થશે.
Recent Comments