fbpx
રાષ્ટ્રીય

શાંતિની ખાતરી ન કરવી એ સરકારની નિષ્ફળતા ગણાશે : NPP

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના (મ્ત્નઁ) પોતાના સાથી પક્ષો હવે સરકારની કામગીરી અને ર્નિણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે. મણિપુરમાં ભાજપના સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટી (દ્ગઁઁ)એ સ્પષ્ટપણે કહ્યું છે કે જાે રાજ્યમાં એન બિરેન સિંહ સરકાર સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ નથી, તો ગઠબંધનમાં રહેવાનો કોઈ અર્થ નથી. દ્ગઁઁના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી સીએમ યુમનામ જાેયકુમારે કહ્યું છે કે, જાે રાજ્યમાં આ સ્થિતિ ચાલુ રહેશે તો તેમની પાર્ટીને વર્તમાન સરકાર સાથેના તેના સમીકરણો પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે. હાલમાં જ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. દ્ગઁઁ મણિપુરમાં ૬૦ સીટોની વિધાનસભામાં ૭ ધારાસભ્યો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં, દ્ગઁઁએ સત્તાધારી પક્ષ ભાજપ સામે ચૂંટણી લડી હતી, જાે કે, બાદમાં ૭ ધારાસભ્યોએ બિરેન સિંહ સરકારને ટેકો આપવાનો ર્નિણય કર્યો હતો. ભાજપ સાથેના ગઠબંધનના સવાલ પર પૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું કે, રાજ્યમાં હિંસા શરૂ થયાને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ તેમના વતી આપવામાં આવેલા ગાઈડલાઈન છતાં સ્થિતિ વણસી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની જવાબદારી છે કે તે પોતાના લોકોની સારી સંભાળ રાખે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાે રાજ્ય સરકાર પોતાના લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં અને રાજ્યમાં શાંતિની ખાતરી કરવા સક્ષમ ન હોય તો તે તેમની નિષ્ફળતા ગણાશે અને જાે તેઓ નિષ્ફળ જશે તો તેમની સાથે રહેવા માટે કોઈ અર્થ નથી. એનપીપી સરકારનો ભાગ હોવાને કારણે, અમારી પણ જવાબદારી છે. આવી સ્થિતિમાં અમે ચૂપચાપ બેસી ન શકીએ. અનેક મોત અને હિંસાની ઘટનાઓ વચ્ચે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવી સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે. દરમિયાન, ઓલ આસામ મણિપુરી યુથ એસોસિએશન (છછસ્રૂછ) એ ૨૩ જૂનથી નેશનલ હાઈવે ૫૪ પર અનિશ્ચિત સમય માટે આર્થિક નાકાબંધીની જાહેરાત કરી છે. આ હાઇવે આસામ અને મિઝોરમને કછાર સાથે જાેડે છે.

Follow Me:

Related Posts