fbpx
ભાવનગર

સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત રહેવા શીખ આપતા પરમાર્થદેવજી

શ્રી રામદેવજી મહારાજ પ્રેરિત પતંજલિ યોગ પરિવાર ભાવનગર દ્વારા યોજાયેલ કાર્યકર્તા બેઠકમાં સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત રહેવા શ્રી પરમાર્થદેવજી દ્વારા શીખ આપવામાં આવી.

ભારતીય યોગવિદ્યાને વિશ્વમાં સનાતન મૂલ્યો સાથે વર્તમાન સંજોગોમાં પ્રસ્તુત કરનાર યોગઋષિ સ્વામી શ્રી રામદેવજી મહારાજ પ્રેરિત પતંજલિ યોગ પરિવાર ભાવનગરમાં પણ કાર્યરત છે. આ પરિવાર દ્વારા ત્રિદિવસીય યોગ શિબિરમાં હરિદ્વારથી મુખ્ય કેન્દ્રીય પ્રભારી સ્વામી શ્રી પરમાર્થદેવજી દ્વારા માર્ગદર્શન મળી રહ્યું છે.

ભાવનગર ખાતે મંગળવારે કાર્યકર્તા બેઠકમાં શ્રી પરમાર્થદેવજી દ્વારા રાષ્ટ્રની સેવા માટે સંગઠન પ્રવૃત્તિ પર ભાર મૂક્યો અને ગાય આધારિત કૃષિ તેમજ સ્વદેશી ગાયનું મહત્વ સમજાવ્યું અને સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત રહેવા શીખ આપવામાં આવી.

આ બેઠકમાં ગુજરાત રાજ્ય યોગ વિભાગના અધ્યક્ષ અને ભારત સ્વાભિમાન સાથે જોડાયેલા શ્રી શિશપાલજી, ભારત સ્વાભિમાન ગુજરાત પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલ, પતંજલિ યોગ સમિતિ ગુજરાત પ્રભારી શ્રી વિનોદભાઈ શર્મા, યુવા ભારત ગુજરાત પ્રભારી શ્રી જોગારામજી, કિસાન સેવા સમિતિ ગુજરાત પ્રભારી શ્રી લાલજીભાઈ સોલંકી અને મહિલા પતંજલિ યોગ સમિતિ ગુજરાત પ્રભારી શ્રી તનુજા આર્યની પ્રેરક ઉપસ્થિતિ રહી.

પતંજલિ યોગ શિક્ષકોના સંકલન સાથે આ બેઠકમાં યોગ કાર્યકર્તાઓની જહેમત રહી.

Follow Me:

Related Posts