આઇ.ટી.આઇ બગસરા (મહિલા) ખાતે વિવિધ અભ્યાસ ક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરુ: તા.૨૫ જુન, ૨૦૨૩ સુધી પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે
આઇ.ટી.આઇ બગસરા (મહિલા) ખાતે તા.૨૫ જુન,૨૦૨૩ સુધી પ્રવેશ પ્રક્રિયા શરુ છે. ઓગસ્ટ-૨૦૨૩ થી શરુ થતાં સત્ર માટે આ નવા સત્રના ફોર્મ ભરવાની કામગીરી પ્રક્રિયા શરુ છે. આ સંસ્થામાં વિવિધ ટ્રેડ કોપા (કોમ્પ્યુટર),વાયરમેન, વેલ્ડર, મિકેનીક, ડીઝલ, સુઈંગ ટેક્નોલોજી (સીવણ), કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), વગેરેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ધો. ૮ પાસથી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકશે. કચેરી ખાતે પણ હેલ્પ સેન્ટર પર જરુરી દસ્તાવેજ (ધો.૧૦ માર્કશીટ, એલ.સી., જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ વગેરે) રજૂ કરવાથી ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે તેમ આચાર્ય શ્રી, આઈ.ટી.આઇ બગસરાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments