ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમ સંદર્ભે આયોજિત વર્ચ્યુઅલ કાર્યશાળા બેઠકમાં સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કાર્યશાળાની જવાબદારી નિભાવતા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા 51 હજાર કરતા વધારે અલ્પકાલીન વિસ્તારકોને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. આ અવસરે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારક વનરાજભાઈ ડાભી, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ સાથે સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના તમામ મોરચાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા-લીલિયા વિધાનસભા અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમનું સુંદર આયોજન

Recent Comments