અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં જન્મદિન શુભેચ્છા યજ્ઞ યોજાયો

શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં પરંપરા મુજબ દર માસે જે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ હોય તે માસનાં બધા વિદ્યાર્થીઓને યજ્ઞમાં બેસાડી ગાયત્રીમંત્ર દ્વારા આહુતિઓ આપી દીપ યજ્ઞનું આયોજન થાય છે. માસ જુન-2023નાં રોજ યજ્ઞનું આયોજન થયેલ જેમાં સંસ્થાના કુલ 19 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આપ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયાએ હાજર રહી જન્મદિનની શુભેચ્છાઓ આર્શીવચન આપ્યા હતા. જીવનમાં ઉચ્ચ ગુણવતા હાંસલ કરવા અને સંસ્કારોનું સિંચન કરવા માટે શાળાની ભૂમિકા મહત્વની હોય છે તે બાબતે સુંદર પ્રવચન આપેલ હતું. સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts