fbpx
રાષ્ટ્રીય

રશિયાના હવાઈ હુમલામાં સિરિયાના ૧૩ લોકોના મોત

રશિયાના હવાઈ હુમલામાં સિરિયાના ૧૩ લોકોના મોત થયા છે. યુદ્ધ પર નજર રાખી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગઈ કાલે રવિવારે વિદ્રોહીઓના કબજા હેઠળ રહેલા ઉત્તર પશ્ચિમી સિરિયામાં રશિયાના હવાઈ હુમલામાં ૧૩ લોકોના મોત થયા છે. આ હુમલાને આ વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. મૃતકોમાં ઓછામાં ઓછા ૯ નાગરિકોનો સામેલ છે, જેમાં ૨ બાળકોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ઈદલિબ ક્ષેત્રના જિસ્ત્ર અલ-શુગુરમાં એક ફળ અને શાકભાજી માર્કેટમાં મોટાભાગના લોકો માર્યા ગયા છે. બ્રિટેન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સના વડા રામી અબ્દેલ રહેમાને આ હુમલાને સીરિયામાં આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. આ હુમલામાં બચી ગયેલા ૩૫ વર્ષના સાદે હુમલાના ભયાનક દ્રશ્યની વાત કરી. વ્યવસાયે મજૂર સાદે જણાવ્યું કે કેવી રીતે તેણે હુમલા બાદ ઘાયલોને બચાવવાનો પ્રયત્ન કર્યો. સાદે જણાવ્યું કે હુમલા સમયે તે ગાડીમાંથી ટામેટાં અને કાકડી ઉતારી રહ્યો હતો. ત્યારે જ રશિયન સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. થોડી જ વારમાં બધું સમાપ્ત થઈ ગયું. દરેક જગ્યા પર લોકો બૂમો પાડી રહ્યા હતા. લોહીથી લથપથ લોકો રસ્તા પર પડ્યા હતા. સાદે કહ્યું કે તેને ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે દરેક પ્રકારે પ્રયત્ન કર્યો. દરેક જગ્યાએ મૃતદેહ અને ઘાયલ લોકો નજર આવી રહ્યા હતા. થોડીવાર બાદ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ પહોંચી અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અબ્દેલ રહમાને જાણકારી આપતા કહ્યું કે બે અલગ અલગ જગ્યા પર હુમલા કરવામાં આવ્યા. જિસ્ત્ર અલ શુગુરમાં રશિયાના હવાઈ હુમલામાં ૬ સામાન્ય નાગરિકો સિવાય રશિયાના હવાઈ હુમલામાં ત્રણ બળવાખોરો માર્યા ગયા હતા. બીજાે હુમલો ઈદલિબ શહેરના બહારના વિસ્તારમાં થયો. આ હુમલામાં બે બાળકો સહિત ૩ નાગરિકો અને એક બળવાખોરનું મોત થયું.

Follow Me:

Related Posts