બસ આજે તો સાવરકુંડલા શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસાએ વરસાદી ડોળ કર્યો

ગતરોજ ધીમી ધારે વરસાદ વરસ્યો આજે વાદળિયા વાતાવરણમાં છાંટાછૂંટીના ડોળ વચ્ચે કહે છે ચોમાસાનો પ્રારંભ થયો. જો કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડો ઝરમરિયો હોય વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે. જો કે આવા વાતાવરણ વચ્ચે એ. સી. અને પંખાનો ઉપયોગ થોડો ઓછો થવાથી એવરેજ વીજબીલમાં થોડી રાહત થશે. જો કે આમ તો આ અષાઢ એટલે ભર વરસાદનો મહિનો કાયદેસરનું ચોમાસું કહેવાય. જો કે મૌસમની ગતિ આ વર્ષે થોડી વિચિત્ર લાગે છે. થોડા સમય પહેલાં અખબારોમાં સમાચાર આવ્યા હતાં કે ભારતમાં અલનીનોની અસરને કારણે ચોમાસામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.? જોઇએ હવે શું થાય છે.? જો કે બદલાતી પર્યાવરણની પેટર્ન સાથે ભૂમિપુત્રોએ પણ થોડી સંવાદિતતા સાધવી પડશે. સરકારે પણ બદલાઈ રહેલી પર્યાવરણીય પેટર્ન માટે ચિંતન, ચિંતા અને તેના માટે કોઇ સકારાત્મક હલ ખોળવા સક્રિય થવું તો પડશે જ. મને ક મને પણ આ પર્યાવરણીય ફેરફારોને સકારાત્મક કરવા માટે અમુક અઘરા નિર્ણયો તો અવશ્ય લેવા પડશે.
Recent Comments