fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ-સીપીઆઈએમ-ભાજપ બંગાળમાં સાથે મળીને કરે છે કામ : મમતા બેનર્જી

બિહારના પટનામાં મુખ્યમંત્રી નિતિશ કુમારની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓની મહાગઠબંધન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ હવે મમતા બેનર્જીના સૂર બદલાયા છે. બંગાળમાં આગાની સમયમાં પંચાયત ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રચાર વખતે મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ (મ્ત્નઁ) સરકાર પર આકરા પ્રહારો કર્યા સાથે જ ઝ્રઁૈં(સ્) અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બંગાળમાં મ્ત્નઁ, ઝ્રઁસ્ અને કોંગ્રેસ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સાથે જ મમતા બેનર્જીએ કહ્યુ કે, પંચાયત ચૂંટણીમાં ભાજપ, ઝ્રઁૈં(સ્) અને કોંગ્રેસનો પરાજય થશે અને તૃણમૂલ કોંગ્રેસની જીત થશે. ્‌સ્ઝ્ર માત્ર પંચાયતની ચૂંટણી જ નહીં, પરંતુ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પણ જીતશે. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં આ ૪ પક્ષ વચ્ચે સત્તા માટે લડાઈ છે. હાલની આ ચૂંટણીમાં આ ચારેય પક્ષ વચ્ચે જાેરદાર ટક્કર થશે. મમતા બેનર્જીએ પટનાની બેઠકમાં પણ બંગાળ કોંગ્રેસના વલણને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પટનાની બેઠક બાદ હવે શિમલામાં જુલાઈમાં યોજાનારી બીજી બેઠકમાં પશ્ચિમ બંગાળનો મુદ્દો મહત્વપૂર્ણ રહેશે. વિપક્ષની ગઠબંધન બેઠકમાં જ્યારે પણ સીટની ફાણવણીની ચર્ચા થશે ત્યારે બંગાળમાં સીટ સમજૂતી સરળ નહીં રહે. જાે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન અથવા બેઠકો પર સહમતિ હોય તો પણ શું ઝ્રઁસ્ કે કોંગ્રેસ બંગાળમાં તૃણમૂલ સાથે એક જ ટેબલ પર બેસી શકે છે? ખાસ કરીને કોંગ્રેસ અને સીપીએમ જે રીતે તૃણમૂલ પર સતત પ્રહારો કરી રહ્યા છે અને મમતા બેનર્જી પણ તેમના પર સતત પ્રહારો કરી રહ્યા છે. બંગાળમાં સીપીએમ-કોંગ્રેસનું ગઠબંધન થઈ ચૂક્યું છે. પંચાયતની ચૂંટણીમાં પણ તેઓ એક થઈને લડી રહ્યા છે. ભાજપ મુખ્ય હરીફ હોવા છતાં ડાબેરી-કોંગ્રેસની મુખ્ય લડાઈ તૃણમૂલ સામે છે. ઝ્રઁસ્ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમનું માનવું છે કે બંગાળમાં ચૂંટણી પહેલા ગઠબંધનની કોઈ શક્યતા નથી. મોહમ્મદ સલીમનો દાવો છે કે, કોઈ ગઠબંધન કે મોરચો માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય પ્રદેશમાં પણ શક્ય નથી! આવી જ રીતે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી પણ મમતા બેનર્જી પર પ્રહાર કરી રહ્યા છે.

Follow Me:

Related Posts