બાગાયત ખાતાની યોજના અંતર્ગત નર્સરી સ્થાપવા સહાય માટે ખેડૂતોએ ikhedut પોર્ટલ પર ૧૯ જુલાઈ સુધીમાં અરજી કરવી
વર્ષ ૨૦૨૩-૨૪ માટે અમરેલી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નર્સરી સ્થાપવા માટે સહાયતા આપવામાં આવશે. જેમાં યુનિટ કોસ્ટ ૩.૫૦ લાખનાં સામાન્ય ખેડૂતોને ૬૫% લેખે ૨.૨૭૫ લાખ તેમજ અનુસૂચિત જાતીના ખેડૂતોને ૭૫% લેખે ૨.૬૨૫ લાખ સહાય મળવા પાત્ર છે. સહાય મેળવવા ઇચ્છુક ખેડુતો માટે તા. ૨૦/૦૬/૨૦૨૩ થી તા. ૧૯/૦૭/૨૦૨૩ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી સ્વીકારવામા આવનાર છે. જે માટે ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓન લાઇન અરજી કરી જરૂરી સાધનીક પુરાવા સાથે “નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી, તા, જી. અમરેલીના સરનામે મોકલી આપવી. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલી એ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments