દેશમાં આ પ્રકારનો પ્રથમ રેલ પ્રોજેક્ટ હશે ઃ જી. કિશન રેડ્ડી
હૈદરાબાદમાં દેશનો પ્રથમ ‘આઉટર રિંગ રેલ’ પ્રોજેક્ટ ટૂંક સમયમાં આકાર લેવા જઈ રહ્યો છે. તેલંગાણા સાથે જાેડાયેલા કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને પૂર્વોત્તર બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકારે આ પ્રોજેક્ટ માટે ‘ફાઇનલ લોકેશન સર્વે’ માટે ફંડ ફાળવ્યું છે. આ આઉટર રિંગ રેલ માત્ર હૈદરાબાદ માટે જ નહીં પરંતુ તેલંગાણાના અન્ય ઘણા શહેરો માટે પણ નવી લાઈફલાઈન બની જશે. કિશન રેડ્ડીએ, બુધવારે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટના અંતિમ સ્થાન સર્વેક્ષણ માટે ૧૩.૯૫ કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ પ્રોજેક્ટ હૈદરાબાદ શહેરની આસપાસ પ્રાદેશિક રિંગ રોડની બહારના ભાગમાં વિકસાવવામાં આવશે. આ બાયપાસ કમ રેલ ઓવર રેલ પ્રકારનો પ્રોજેક્ટ હશે જે અક્કાનાપેટ, યાદદ્રી, ચિત્યાલ, બુરગુલા, વિકરાબાદ અને ગેટ વનમપલ્લી જેવા વિસ્તારોને લાભ આપશે. આઉટર રીંગ રેલ હૈદરાબાદ શહેરના તમામ રેલ્વે સ્ટેશનો પર ટ્રેનોની જામની સ્થિતિને ઘટાડવામાં મદદ કરશે.
આનાથી સિકંદરાબાદ, કાચેગુડા, હૈદરાબાદ (નામપલ્લી) અને લિંગમપલ્લી જેવા રેલ્વે સ્ટેશનો પર ટ્રેનોની અવરજવરને સુધારવામાં મદદ મળશે. આ સાથે તેલંગાણાના પછાત વિસ્તારોને સારી રેલ કનેક્ટિવિટી પણ પૂરી પાડવામાં આવશે. આ સાથે જી. કિશન રેડ્ડીએ માહિતી આપી હતી કે હવે રેલ્વે મંત્રાલય હૈદરાબાદ સ્સ્જીના બીજા તબક્કાને ૧૦૦ ટકા ભંડોળ પૂરું પાડવા માટે સંમત થયું છે. આ અંતર્ગત ઘાટકેસરથી રાયગીર વચ્ચે ૩૩ કિલોમીટરનો ટ્રેક બનાવવાનો છે. તેનો ૩૩૦ કરોડનો ખર્ચ હવે કેન્દ્ર સરકાર ભોગવશે, કારણ કે તેલંગાણા સરકાર તેનો હિસ્સો ખર્ચવામાં અસમર્થ છે. આ ઉપરાંત, રેલ્વે મંત્રાલયે ૬૧ કિમી કરીમનગર-હસનપર્થી બ્રોડગેજ લાઇનના અંતિમ સ્થાન સર્વેક્ષણ માટે ૧.૫ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. તમને જણાવી દઈએ કે હૈદરાબાદ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (સ્સ્જી) કેન્દ્ર અને રાજ્ય સરકારનું સંયુક્ત સાહસ છે. તેના બીજા તબક્કાના વિસ્તરણ માટે, તેલંગાણા સરકારે બે તૃતીયાંશ ખર્ચ સહન કરવો પડ્યો.


















Recent Comments