આંધ્રપ્રદેશમાં સાહિતી ફાર્મા યુનિટમાં બ્લાસ્ટ, ૨ના મોતની આશંકા, ૮ ફાયરની ગાડી ઘટનાસ્થળે
આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમના બાહરી વિસ્તાર અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ જીઈઢમાં સાહિતી ફાર્મા યુનિટમાં રિએક્ટર બ્લાસ્ટ થયો છે, જેમાં બે લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જાે કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે ૮ ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. ઘણા લોકો યુનિટની અંદર ફસાયા હોવાની આશંકા છે કારણ કે આ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ રહ્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, પોલીસ અધિક્ષક અનાકપલ્લી મુરલી કૃષ્ણાએ જણાવ્યું છે કે અચાનક રિએક્ટરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. જિલ્લા ફાયર ઓફિસર, લક્ષ્મણ રાવનું કહેવું છે કે ૮ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વધુ ચાર રસ્તા પર છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે જાેરદાર આગ લાગી હતી, જેમાં સાત કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. વિસ્ફોટ અને આગના કારણે યુનિટના કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘાયલો પૈકી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગાઢ ધુમાડાએ ફાર્મા યુનિટને ઘેરી લીધું હતું. પોલીસ અધિક્ષક મુરલી કૃષ્ણાએ જણાવ્યું કે ઘટના સમયે ૩૫ કર્મચારીઓ ફરજ પર હતા. જ્યારે કેટલાક કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા છે. એસપીનું કહેવું છે કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. હવે આગ ઓલવવામાં હજુ બે કલાક લાગી શકે છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોમાં રમેશ (૪૫), સત્તી બાબુ (૩૫), નુકી નાયડુ (૪૦) અને તિરુપતિ (૪૦)નો સમાવેશ થાય છે. રમેશ ભુવનેશ્વરનો રહેવાસી છે, જ્યારે અન્ય કર્મચારીઓ અનાકાપલ્લીના રહેવાસી છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જાેકે, પોલીસને શંકા છે કે ગેસ લીક ??થવાને કારણે આ ઘટના બની હશે. વિસ્ફોટના કારણે ફાર્મા યુનિટમાં ઉત્પાદનમાં મોટો વિક્ષેપ થયો છે. યુનિટ બંધ કરી દેવામાં આવ્યું છે અને તપાસ ચાલી રહી છે.
Recent Comments