રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્ઢે કાર્યક્રમમાં ૩ ઈમારતોનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ જુનના રોજ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ અહીં ૩ ઈમારતોનો શિલાન્યાસ કર્યો અને યુનિવર્સિટીને અન્ય ભેટ પણ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી યુનિવર્સિટી આવવું એ ઘર આવવા જેવું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરને પહોંચ્યા હતા. મુસાફરી દરમિયાન પીએમ મોદીએ મેટ્રોમાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી વિશે ટિ્‌વટ કર્યું હતું. તેમણે લખ્યું કે દિલ્હી મેટ્રોથી ડ્ઢેંના કાર્યક્રમમાં જતી વખતે. યુવાનોને સહ-પ્રવાસીઓ તરીકે મળવાથી આનંદ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે, દિલ્હી યુનિવર્સિટીના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્યની વાત છે. પીએમે કહ્યું કે કેમ્પસમાં ફરવાનો એક અલગ જ આનંદ છે, જ્યારે તમે મિત્રો સાથે લેટેસ્ટ વેબ સિરીઝ અને રીલ્સ વિશે વાત કરો છો. વડાપ્રધાને કહ્યું કે યુનિવર્સિટીએ ૧૦૦ વર્ષમાં તેના મિશનને જીવંત રાખ્યું છે, જ્યારે ભારતમાં નાલંદા જેવી યુનિવર્સિટીઓ હતી, ત્યારે ભારત સુખ અને સમૃદ્ધિથી ભરેલું હતું. આ પહેલા ભારતની શિક્ષણ પ્રણાલીનો દેશની સમૃદ્ધિમાં મોટો ભાગ હતો, પરંતુ ગુલામીના સમયગાળાએ આપણા શિક્ષણ ક્ષેત્રને અસર કરી હતી. ઁસ્ મોદીએ કહ્યું કે દેશમાં હવે મોટી સંખ્યામાં કોલેજાે બની રહી છે, દેશના યુવાનો હવે પોતાને બાંધવા નથી માંગતા પરંતુ એક મોટી રેખા દોરવા માંગે છે. ૨૦૧૪ પહેલા દેશમાં થોડા જ સ્ટાર્ટઅપ શરૂ થયા હતા, પરંતુ હવે આ સંખ્યા વધી છે અને તે ૧ લાખથી પણ વધારે છે. આજે વિશ્વનો ભરોસો ભારતના યુવાનો પર વધી રહ્યો છે અને આ જ કારણ છે કે બધા દેશોની નજર ભારત તરફ છે. કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે જે છૈં ગઈકાલ સુધી કલ્પનામાં જાેવા મળતું હતું તે આજે વાસ્તવિકતા બની ગયું છે. દેશમાં રોકાણના ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે, હવે વિશ્વની મોટી કંપનીઓ અહીં આવી રહી છે, જે યુવાનો માટે આગળ વધવાની મહત્વપૂર્ણ તક છે.

Related Posts