fbpx
અમરેલી

રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષક સનીલભાઈ વાડોદરિયાની બદલી થતાં વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષક સનીલભાઈ વાડોદરિયાની બદલી થતાં વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો રાભડા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી સનિલભાઈ વાડોદરિયા ની વિદાય લીલીયા તાલુકાના નાના કણકોટ ખાતે થતા શાળામાં તેમનો વિદાય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

   શાળા પરિવારે તેમની આગળની કારકિર્દી માટે ખૂબ શુભકામના પાઠવેલ હતી અને ચાંદીનો સિક્કો,ચાંદીની ચલણી નોટ,શાલ, હાર, શ્રીફળ અને સાકર પડો શુકન આપી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

   શાળાના બાળકો દ્વારા પણ વિવિધ ભેટ સોગાતો આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. શાળા પ્રત્યે લગાવ અને શાળાના બાગ માટે તેમના ઉત્તમ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

    શાળા પરિવારના એક સભ્યની વિદાય હોવાથી શાળા પરિવારે તેમના કરતૂત્વને બિરદાવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખો શુભકામનાઓ પાઠવેલ હતી..

Follow Me:

Related Posts