fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે સાવરકુંડલા ખાતે આવેલ નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી

મહારક્તદાન કેમ્પ, પુસ્તક વિમોચન કાર્યક્રમ અને સમુહ ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો..સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ- સાવરકુંડલા ખાતે તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટીંબી ખાતે વિનામૂલ્યે ચાલતી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગ થી કરવામાં આવેલ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સેક્રેટરી મેહુલ વ્યાસ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ કેમ્પ માં કુલ 370 બોટલ રક્તદાન થયું હતું. આ પ્રસંગે રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવેલ અને સાથોસાથ ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. ગુરૂપુર્ણિમા મહોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો-બાળકો ઉપસ્થિત રહયા હતા. આમ સાવરકુંડલા ખાતે નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી આસ્થાભેર સંપન્ન થયેલ…

Follow Me:

Related Posts