મોંઘવારી અને ભાવવધારાની આ વિષમ પરિસ્થિતિ વચ્ચે સાવરકુંડલા શહેરની ગૃહિણીઓના રસોડાના બજેટ અસ્તવ્યસ્ત
માત્ર ટમેટા જ નહીં પરંતુ મોટાભાગની શાકભાજીના ભાવ પણ આસમાને પહોચ્યા છે તેની વેળામાં ઓછું પડતું હોય તેમ દાળ કઠોળ જેવી જીવન જરૂરીયાત ખાદ્ય ચીજવસ્તુઓમાં પણ વધતાં જતાં જોવા મળે છે . વળી પાછી ખાદ્યતેલોના ભાવોમાં પણ તેજી હોય સાવરકુંડલા શહેરની ગૃહિણીઓના રસોડાના બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ખાસકરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ કાળઝાળ મોંઘવારીમાં જીવન દોહ્યલું થતું જતું જોવા મળે છે. સપના તો ગુલાબી છે પરંતુ વાસ્તવિકતા કઠોર છે. હવે માત્ર વાયદાઓથી જીવન ચાલશે નહીં. બેરોજગારી અને મોંઘવારીના ભસ્માસૂરને નાથવા માટે સરકારે કઠોર પગલાં લેવાનો સમય આવી ગયો છે.
Recent Comments