વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

અમરેલી ખાતે ચિતલ રોડ પર આવેલ સૂર્યા ગાર્ડન માં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સની મીટીંગ મળેલ હતી. જેમાં જિલ્લા ના તમામ તાલુકા અને શહેરોના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો હાજર રહ્યા હતા. જેમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રશ્નો ની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે યુવાન, ઉત્સાહી અને વેપારીના પ્રશ્નો માટે અને તેના ઉકેલ માટે રજૂઆત કરી શકે અને જરૂર પડે તો લડત આપી શકે તેવા ભગીરથભાઈ ત્રિવેદી ની વરણી કરવામાં આવી હતી. તેમજ વહીવટી કુશળ,સરળ સ્વભાવના અને તાલુકા પ્રમુખોનો જબરો વિશ્વાસ સંપાદન કરેલ છે તેવા સાવ૨કુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી રાજુભાઈ શિંગાળા ની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના નવા મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી ક૨વામાં આવેલ છે. આ બન્ને વરણી ને ઉપસ્થિત તાલુકા ચેમ્બર ના પ્રમુખ અને અગ્રણીઓએ આવકારી ફુલહાર કરી, મોં મીઠા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ જિલ્લા ચેમ્બરની મિટિંગ માં અમરેલી વેપારી મહામંડળ ના પ્રમુખ બિરજુ ભાઈ અટારા, ટાવર ચોક વેપારી એસોસિએશન ના પ્રમુખ હિરેનભાઈ પોપટ, વેપારી અગ્રણી સંજયભાઈ વણજારા, રસિકભાઈ પાથર, ભાવેશભાઈ પડસાલા, નિલેશભાઈ ધોળકિયા, તેમજ વડીલ ચેમ્બરના પ્રમુખ મિતુલભાઈ ગણાત્રા, ધારી ચેમ્બરના પ્રમુખ પરેશભાઇ પટણી, ધારી વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ રૂપારેલ, ચલાલા ચેમ્બરના પ્રતિનિધિ પ્રકાશભાઈ કારિયા, બાબરા ચેમ્બરના પ્રમુખ મુન્નાભાઈ, રાજુલા ચેમ્બરના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, ખાંભા ચેમ્બરના પ્રમુખ મહેન્દ્રભાઈ હરિયાણી, લાઠી ચેમ્બરના પ્રમુખ મેઘાભાઈ ડાંગર, દામનગર ચેમ્બરના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, લીલીયા ચેમ્બરના પ્રમુખ પરીભાઈ સોની, ચિત્તલ ચેમ્બરના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, બગસરા ચેમ્બરના પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગા, જાફરાબાદ ચેમ્બરના પ્રમુખ તરીકે હર્ષદભાઈ મહેતા સહિત ના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related Posts