fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરનાં પ્રિયાંશી પ્લે હાઉસના આચાર્યા શ્રી કોમલબેન આસનાનીના  જન્મદિવસ નિમિત્તે શહેરનાં અગ્રણી અને સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે

શિશુસંભાળ અને કેળવણી ક્ષેત્રે સાવરકુંડલા શહેરમાં અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનારા અને શિક્ષણ અને શિશુ પ્રત્યેની માવજતનાં સંસ્કાર જેને ગળથૂંથીમાં મળ્યા છે તેવા સાવરકુંડલા જેસર રોડ સ્થિત આવેલ પ્રિયાંશી પ્લે હાઉસના આચાર્યા શ્રી કોમલબેન આસનાનીનો આજે જન્મદિવસ હોવાથી શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

આજના યુગમાં શિશુ સંભાળ અર્થાત્ ચાઈલ્ડ કેર એ ખૂબ અધરો વિષય છે પરંતુ રાજેશભાઈ આસનાનીના ધર્મ પત્ની કોમલબેન પોતાના અદમ્ય ઉત્સાહ અને વાત્સલ્ય ભાવથી અહીં નાના ભૂલકાઓને જ્ઞાન સાથે ગમ્મત પીરસી વાલી વર્ગમાં પણ ભારે ચાહના મેળવી છે. શિશુ સંભાળ માટેની આ સંસ્થા ઉભી કરવા માટે આ દંપતિએ ખૂબ જ સંઘર્ષપર્ણ જીવન પણ પસાર કર્યું છે. આ શિશુસંભાળના પોતાના શોખ અને અતિ ઉત્સાહને કારણે તેમણે જીવનનાં ઘણાં પડકારોનો પણ ખૂબ હિંમતથી સામનો કરીને સંસ્થાનું નિર્માણ આ દંપતિએ કરેલ છે.

અને છેલ્લે  ચાઈલ્ડ કેર સંદભે ચિંતિત વાલીઓ એક વખત તો આ સંસ્થાની મુલાકાત લેવા જેવી તો ખરી

Follow Me:

Related Posts