અમરેલી

અમરેલીના વેણીવદર મુકામે વડી ડેમના નીચાણવાળા વિસ્તારમાં સફાઈ કામગીરી શરુ કરવામાં આવી

 અમરેલી વેણીવદર મુકામે વડી ડેમ નીચાણવાળા વિસ્તારમાં ડ્રેઈનેજ સંબંધિત પ્રશ્ન લોકદરબારમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નના સમાધાન માટે મશીન દ્વારા સાફ સફાઈ થાય તેવી માંગણી નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. આજરોજ આ સ્થળે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્થળ તપાસ કરી હતી અને ડ્રેઈનેજ સફાઈ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતુ. અહીં વડી ડેમમાં પાણી ભરાઇ જવાથી રહેણાક વિસ્તારના મકાનોમાં આ બાબતે પ્રશ્નો હતા. ગ્રામજનોએ આ બાબતે ઘટતું થઈ શકે તે માટે સરકાર પાસે મશીન ફાળવવા માંગ કરી હતી તેથી આ કામગીરી શરુ કરવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાએ સ્થળ પર જ સંબંધિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો સાથે વડી ડેમ વિષયક, ઠેબી ડેમમાં પાણી ભરાઇ જવાથી થતાં રસ્તા અને જમીન ડૂબના પ્રશ્નોને લઈને પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ચોમાસામાં સંચાલિત વાયરલેસ ઓપરેટિંગ સિસ્ટમ વિષયક માહિતી પણ પ્રાપ્ત કરી હતી. 

Related Posts