જમ્મુ કાશ્મીર સે અમરનાથ યાત્રા પર અત્યાર સુધીમાં ૬૮૦૦૦ લોકો દર્શને ગયા છે. અને હવે અમરનાથ યાત્રાથી એવા સમાચાર આવ્યા કે ગુજરાતના લોકોને જરૂરથી દુખ પહોંચશે. ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના ૩૦ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાથી ફસાયા છે. આ ૩૦ લોકોમાં ૧૦ લોકો સુરતના છે. તો ૨૦ લોકો વડોદરાના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર યાત્રાળુઓના ગરમ વસ્ત્રો પલળી જતાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. જેના કારણે બિમાર પડી રહ્યા છે. સાથે જ ગરમ ચીજ વસ્તુઓના બમણા ભાવ પણ આપવા પડી રહ્યા છે. ત્યારે તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને મદદ કરવા અપીલ કરી છે.
અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના ૩૦ લોકો ફસાયા

Recent Comments