fbpx
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મેક્સ ખીણમાં ખાબકી, ૬ લાપત્તા

ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આજે એક ભયાનક માર્ગ અકસ્માત થવા પામ્યો છે. સોનપ્રયાગથી ઋષિકેશ તરફ જઈ રહેલ એક મેક્સના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો અને મેક્સ ઊંડી ખીણમાં ગંગા નદીમાં પડી. સમાચાર એવા સામે આવ્યા છે કે, અકસ્માતની આ ઘટના ત્યારે બની જ્યારે એક વિશાળ પથ્થર પહાડ પરથી ગગડીને રસ્તા વચ્ચે આવ્યો હતો તે સમયે મેક્સના ચાલકે વાહન પરનુ નિયંત્રણ ગુમાવી દીધુ હતું. ત્યાર બાદ મેક્સ વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું. મેક્સ કારમાં ડ્રાઈવર સહિત કુલ ૧૧ લોકો સવાર હતા. પાંચ મુસાફરોને બચાવી લેવાયા હતા. જ્યારે છ મુસાફરો હજુ પણ લાપત્તા છે. તમામ લોકો કેદારનાથ યાત્રાથી પરત ફરી રહ્યા હતા અને અલગ-અલગ પ્રાંતના રહેવાસી છે. ઘટનાસ્થળ પર એસડીઆરએફની ટીમ અને પોલીસ સ્ટેશન મુનીકીરેતી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રવિવારે મધરાત્રે લગભગ ૩ વાગ્યે ચોકી બ્યાસી, મુનકી રેતી પોલીસ સ્ટેશનને માહિતી મળી કે, એક મેક્સ ઉત્તરાખંડમાંથી પસાર થઈ રહેલા ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સોનપ્રયાગથી ઋષિકેશ તરફ આવી રહ્યો હતો, તે ઊંડી ખીણમાં ખાબકીને પડીને ગંગામાં ડૂબી ગયો.

આ ગોઝારો અકસ્માત માલકુંથી પુલથી હોટેલ આનંદ કાશી વચ્ચેના મુખ્ય માર્ગ પર થયો હતો. સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર મુનિકેતિ રિતેશ શાહ સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જીડ્ઢઇહ્લની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. પાંચ મુસાફરોને બચાવી લેવાયા હતા. ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોમાં દિલ્લીના ૪૬ વર્ષીય બિજેન્દર, પંજાબના ૨૨ વર્ષના આકાશ, ૨૭ વર્ષીય પ્રદીપ કુમાર, બિહારના ૨૫ વર્ષીય રોશન કુમારનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્ટેશન ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રિતેશ શાહે જણાવ્યું કે ડ્રાઈવર સહિત અન્ય છ લોકોની શોધ ચાલી રહી છે. બચાવી લેવામાં આવેલા મુસાફરોની પૂછપરછ બાદ ગુમ થયેલા લોકો વિશે જાણવા મળ્યું છે કે વાહનમાં સવાર તમામ લોકો અલગ-અલગ રાજ્યોના છે. ગુમ થયેલા મુસાફરોમાં દિલ્લીના અભિજીત ત્યાગી, બિહારના અતુલ સિંહ, અક્ષય કુમાર હૈદરાબાદના સૌરભ કુમાર, રવિ અને મેક્સના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. મેક્સના ડ્રાઈવરનુ નામ સરનામું જાણવા મળ્યું નથી.

Follow Me:

Related Posts