લાઠી તાલુકામાં વિશ્વવસ્તી પખવાડિયાની ઉજવણી
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર એમ જોશી ની સૂચના થી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા માં વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણી કરવા માં આવેલ હતી. જે અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રો ના ગામો માં કુટુંબ નિયોજન ની પદ્ધતિ વિશે લોકો ને સમજાવી લઘુ શિબિર નું આયોજન કરી લક્ષિત દંપતીઓ ને ઓરલ પિલ્સ, કોન્ડોમ અને છાયા ટેબ્લેટ નું વિતરણ કરવા માં આવ્યું. તેમજ કોપર ટી, અંતરા ઇન્જેક્શન વેગેરે બિન કાયમી પદ્ધતિ વિશે આરોગ્ય શિક્ષણ આપેલ હતું. તમામ સરકારી હોસ્પિટલો ખાતે સ્ત્રી નસબંધી ના કેમ્પ નું આયોજન કરી કાયમી કુટુંબ નિયોજન પદ્ધતિ ની કામગીરી કરવા માં આવી હતી એમ તાલુકા સુપરવાઈઝર બાલમુકુંદ જાવીયા એ અખબારી યાદી માં જણાવેલ હતું.આજ રોજ લાઠી સરકારી હોસ્પિટલમાં 6 સ્ત્રી નસબંધી ઓપરેશન કરવા માં આવેલ હતા
Recent Comments