fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઓફ ઓનર’થી સન્માનિત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. મેક્રોને પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કર્યું. અહીં ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણા નેતાઓને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા, તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સ, કિંગ ચાર્લ્સ, જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts