fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર આવેલા ખોડિયાર ચોકના નાળાના પાણી પસાર થતાં પ્રવેશદ્વાર પાસે એક કાર ખાડામાં ફસાઈ

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ખોડિયાર ચોક પાસે આવેલ નાળાના પાણી પસાર થવાના દ્રાર પર હજુ બે ચાર દિવસ પહેલાં જ ચોમાસા દરમ્યાન વહેતા પાણીમાં એક નંદી ફસાયાના સમાચારની શાહી સુકાઈ નથી એવી પરિસ્થિતિમાં આજરોજ સવારે દસ થી અગિયારના સમય દરમિયાન રસ્તા પરથી એક ફોર વ્હીલ કાર આ રોડથી સહેજ નીચે ઊતરતાં આ નાળાના દ્રાર પાસે ફસાઈ ગયેલી  જોવા મળી..થોડી વાર તો અંદર બેઠેલા લોકોને પણ મૂંઝવણમાં મૂકાયા કે હવે આ કારને કેમ બહાર કાઢવી. જો કે આસપાસના લોકો એકઠાં થયેલાં લોકોએ ઝાઝા હાથ રળિયામણાં એ સૂત્રને લક્ષમાં લઈને જોર લગા કે હૈસા..!!ધક્કો મારી મહામહેનતે કારને એ નાળાના પાણી પસાર થવાનાં મુખદ્વાર પાસેથી બહાર કાઢી રોડ પર પહોંચાડી. જો કે અંદર બેઠેલાં પરિવારે પણ આ કાર ખાડામાંથી બહાર નીકળતાં હાશકારો અનુભવ્યો હતો અને મદદ કરનારનો આભાર માન્યો હતો. જો કે આ રસ્તા પર આમ અનાયાસે કાર ખાડામાં ધસી જાય કે વહેતા પાણીમાં કોઈ પ્રાણી ફસાઈ એવી દુર્ઘટના નીવારવા તંત્ર દ્વારા કોઈ કાયમી ધોરણે ઉપાય શોધીને લોકોને રાહત આપવી જોઈએ તેવું ત્યાં ઉપસ્થિત લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું. આ સંદર્ભે જે ઘટતું કરવું પડે તે નગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગ ઇજનેરની સલાહ લઈને યોગ્ય કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પ્રસ્તુત ઘટનાની તસવીર પત્રકાર બિપીનભાઈ પાંધીના હ્રદયમાં અંકિત થઈ ગયેલી છે. કારણ કે તે સમયે તે પોતે સ્યંમ ત્યાં ઉપસ્થિત હતાં.. બાજુના રહીશે જણાવ્યું હતું કે ચાલુ વરસાદે વહેતા પાણીમાં કોઈ ગરકાવ ન થઈ જાય એ માટે પણ આસપાસના રહીશો લોકોને અહીંથી દૂર રહો તે અંગે અવારનવાર ચેતવે પણ છે. છતાં પણ સમય અને સંજોગોને આધિન કોઈ દુર્ઘટના ન બને એ માટે તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈ યોગ્ય કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અને ખાસ નોંધ :  આ લોકેશનની વિઝીટ પણ બરોબર વરસાદ ચાલુ હોય અને આ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ ધસમસતો હોય ત્યારે જ લેવાય તો વાસ્તવિકતાનો પાકો ખ્યાલ આવે  અને કોઇ સાનુકૂળ હલ નીકળી શકે..

Follow Me:

Related Posts