fbpx
રાષ્ટ્રીય

ટામેટાના સતત વધતા જતા ભાવથી ગૃહિણીઓનું ખોરવાઈ જશે બજેટ

ટામેટાના સતત વધતા જતા ભાવથી દરેક જગ્યાએ લોકો પરેશાન છે. ખાસ કરીને ગૃહિણીઓ. પરંતુ આ સમય દરમિયાન ટામેટાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટામેટાના ભાવ ૩૫૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યાં છે. ત્યાં, દિલ્હી સહિત યુપી અને રાજસ્થાનમાં ટામેટાં ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જી હાં, વધતી કિંમતોને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્‌યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – એનસીસીએફ (દ્ગઝ્રઝ્રહ્લ)એ ટામેટાંના ભાવ ઘટાડવાનો ર્નિણય લીધો છે. તમને જણાવી દઈએ કે, બજારમાં ટામેટાંની આવક વધ્યા બાદ એનસીસીએફ એ કિંમત ઘટાડવાનો ર્નિણય લીધો છે. દેશભરમાં ૫૦૦ થી વધુ સ્થળો પર સ્થિતિનું પુનઃ મૂલ્યાંકન કર્યા પછી, રવિવાર એટલે કે આજે ૧૬ જુલાઈથી ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીના ઘણા સ્થળોએ આજથી ૮૦ રૂપિયે કિલો ટામેટાનું વેચાણ શરૂ થઈ ગયું છે.

આ વેચાણ નોઈડા, લખનૌ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહમાં એન.એ.એફ.ઈ.ડી (દ્ગછહ્લઈડ્ઢ) અને એનસીસીએફ દ્વારા કરવામાં આવશે. વર્તમાન બજાર કિંમતોના આધારે આવતીકાલ સોમવારથી તેને વધુ શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્‌યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – એનસીસીએફ (દ્ગઝ્રઝ્રહ્લ) એ સરકારની માર્ગદર્શિકા હેઠળ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી ટામેટાંની ખરીદી કરી છે. આ પછી ઓખલા અને નેહરુ પ્લેસ જેવા વિસ્તારોમાં રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ૨૦થી વધુ મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવી છે. એનસીસીએફ દિલ્હી એનસીઆરમાં સરોજિની નગર, આરકે પુરમ, પટેલ નગર, રાજૌરી ગાર્ડન, જનકપુરી સહિત ૨૨ સ્થળો પર મોબાઈલ વાનમાં પોસાય તેવા સસ્તા દરે ટામેટાંનું વેચાણ કરે છે.

જાે તમે પણ દિલ્હીમાં રહો છો અને ટામેટાં ખરીદવા માંગો છો, તો તમે નીચે આપેલ યાદી જાેઈ શકો છો. ટામેટાંની કિંમત વધુ હોવાથી લોકોએ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. એક રિપોર્ટ અનુસાર માત્ર ૪૬ ટકા લોકો ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદી રહ્યા છે. બાકીના ૧૪ ટકા લોકોએ રસોઈમાં ટામેટાંનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. હજુ પણ ૬૮ ટકા લોકો એવા છે જેઓ ટામેટાંનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ મર્યાદિત માત્રામાં. ટામેટાં પર પ્રવર્તતી મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા માટે સરકાર સમયાંતરે કામ કરી રહી છે. દેશમાં છેલ્લા દોઢ મહિનાથી ટામેટાના ભાવ આસમાને રહેતા, ટામેટાનો ભાવ સતત ચર્ચામાં છે.

Follow Me:

Related Posts