લોકભારતી સણોસરામાં નવા નીરના વધામણાં
લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓએ પૂજા વિધિ સાથે નવા નીરના વધામણાં કર્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન સારા વરસાદથી સણોસરા પંથકમાં રાહત થઈ છે અને અહીંની સિંદરી નદીમાં પાણી વહેતું થતાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે હરખભેર પૂજન વિધિ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે લોકભારતી દ્વારા જળ સંગ્રહ માટે વ્યાપક કામ થતું રહ્યું છે, ત્યારે અહી નવા નીરના વધામણાંમાં સંસ્થાના વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૌએ મીઠા મોઢા કર્યા હતા.
Recent Comments