મૃણાલ ઠાકુર વિજય દેવરકોન્ડા સાથે સાઉથ ફિલ્મમાં કામ કરશે
સાઉથના જાણીતા સ્ટાર વિજય દેવરકોન્ડાએ ‘લાઈગર’ની નિષ્ફળતાને ભૂલી નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું છે. ડાયરેક્ટર પરશુરામ સાથે વિજયની ફિલ્મ પ્લાન થઈ છે. હાલ તેનું નામ વીડી ૧૩ રખાયું છે. તેમાં મૃણાલ ઠાકુરનો લીડ રોલ ફાઈનલ થયો છે. મૃણાલ ઠાકુરને હિન્દી ઉપરાંત સાઉથનું ઓડિયન્સ પણ ઓળખતું થયું છે. મૃણાલે ‘સીતા રામમ’ ફિલ્મથી તેલુગુમાં ડેબ્યુ કર્યુ હતું. પહેલી ફિલ્મ સફળ રહેતાં મૃણાલનો ફેનબેઝ વધ્યો છે. વિજય દેવરકોન્ડા સાઉથમાં લોકપ્રિય છે, પણ પાછલા કેટલાક સમયથી તેની ફિલ્મો ખાસ ચાલતી નથી. વિજય દેવરકોન્ડાને સાઉથ અને હિન્દી બંને સ્થળે જાણીતા ચહેરાની જરૂર હતી. મૃણાલના કારણે વિજય દેવરકોન્ડાને મજબૂત સપોર્ટ મળ્યો છે. વીડી ૧૩માં સેકન્ડ લીડ રોલ માટે દિવ્યાંશા કૌશિકની પસંદગી થઈ હોવાનું કહેવાય છે. આ અંગે ઓફિશિયલ કન્મફર્મેશન હજુ આવી નથી, પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. દેવરકોન્ડાએ થોડા સમય પહેલા સામંથા રૂથ પ્રભુ સાથે ‘કુશી’નું શૂટિંગ પૂરુ કર્યું હતું. વિજય દેવરકોન્ડાએ પરશુરામ સાથે ૨૦૧૮ના વર્ષમાં ગીત ગોવિંદમ ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં હતી.
Recent Comments