fbpx
બોલિવૂડ

મારી દીકરી એક્ટર નહીં, સાયન્ટિસ્ટ બનશે : આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રમોશન માટે મચી પડ્યા છે. કરણ જાેહરે ડાયરેક્ટર તરીકે આ ફિલ્મથી કમબેક કર્યું છે. આલિયા ભટ્ટે મુંબઈ ખાતે એક ઈવેન્ટમાં પોતાના પ્રશંસકો સાથે વાતચીત કરી હતી. આ સમયે રણવીર સિંહ અને કરણ જાેહર પણ હાજર હતા. આલિયાએ દીકરી રાહા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, રાહા સાયન્ટિસ્ટ બને તેવી ઈચ્છા છે. આલિયાએ એપ્રિલ ૨૦૨૨માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બર મહિનામાં રાહાનો જન્મ થયો હતો. આલિયા અને રણબીર રાહાના ઉછેરને પ્રાથમિકતા આપી રહ્યા છે. આલિયાએ દીકરી રાહા માટે સેવેલા સપનાં અંગે જણાવ્યું હતું કે, દીકરી સામે જાેઉં ત્યારે તેને કહુ છું, તુ તો સાયન્ટિસ્ટ બનીશ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આલિયાની ત્રીજી પેઢી છે. દાદા નાનાભાઈ ભટ્ટ અને પિતા મહેશ ભટ્ટને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય છે. આલિયાના સાસરી પક્ષમાં પણ ચાર પેઢીઓ ફિલ્મો સાથે સંકળાયેલી છે. આમ, રાહાને માતા અને પિતા બંને તરફથી ફિલ્મોની ચમક-દમક વારસામાં મળી છે. જાે કે પોતાની જેમ દીકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવે તેવી આલિયાની ઈચ્છા જણાતી નથી. આલિયાએ દીકરી માટે અલગ જ સપનાં જાેયેલા છે. આલિયાએ રાહા માટેનો ડ્રીમ પ્લાન શેર કર્યા બાદ અનેક લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. આલિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો હતો અને રાહાને એક્ટર બનાવવા ઘણાં લોકોએ ભલામણ કરી હતી. દીકરી રાહા અંગે વાત કરતી વખતે પણ આલિયાએ આગામી ફિલ્મના પ્રમોશનને વધારે મહત્ત્વ આપ્યું હતું. આલિયા અને રણવીરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ કરણ જાેહર માટે ખૂબ મહત્ત્વની છે. કરણ જાેહરે આ ફિલ્મમાં આકર્ષણ ઉમેરવા માટે અનન્યા પાંડે, જાન્હવી કપૂર, વરુણ ધવન અને સારા અલી ખાનના સ્પેશિયલ એપિયરન્સ રાખ્યા છે. ફિલ્મના ઈન્ટ્રોડક્ટરી સોન્ગમાં આ તમામ સ્ટાર્સ ડાન્સ કરતાં જાેવા મળશે.

Follow Me:

Related Posts