સોના – ચાંદીના ચળકાટમાં વધારો…. સોનુ ખરીદવું કે નહીં તે મૂંઝવણ
સ્ઝ્રઠ પર સોનાની કિંમત અને ચાંદીની ચમક જાેવા જેવી સ્થિતિ પર…
હવે તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે સોનુ ખરીદવું કે નહીં તે મૂંઝવણ સતાવે છે. આજે છૂટક બજારમાં સોનાના ભાવમાં મોંઘવારીની અસર જાેવા મળી રહી છે. સોનાની કિંમતમાં આ વધારો કિંમતી ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે જાેવા મળી રહ્યો છે. જાેકે સ્ઝ્રઠ પર સોનું અને ચાંદીમાં થોડી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે પરંતુ આજે રિટેલ માર્કેટમાં સોનું ઘણું મોંઘું થઈ ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ૫૯૨૧૪ ઉપર ખુલ્યું હતું જે વાપોરે ૧૨.૨૧ વાગે ૨૦૩.૦૦ રૂપિયા અથવા ૦.૩૪ ટકાના વધારા સાથે ૫૯૩૯૨.૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર રહ્યું. સોનું આજે નીચામાં ૫૯૧૯૦ રૂપિયા અને ઉપરમાં તેની કિંમત ૫૯૪૧૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ છે. આ સોનાના ભાવ તેના ઓગસ્ટ વાયદા માટે છે. સ્ઝ્રઠ પર ચાંદીના ભાવમાં થોડો વધારો જાેવા મળી રહ્યો છે. ચાંદી ઉપલા સ્તરે ૭૪,૯૯૯ સુધી ઉછળી હતી. અને તે ૭૪,૭૨૮. રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. ચાંદીમાં માત્ર ૨૦૯ રૂપિયાનો વધારો જાેવા મળી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં ૭૪૯૮૨.૦૦ રૂપિયા સુધીનું ૧૨.૧૩ વાગ્યાનુંસ્તર જાેવા મળ્યું હતું.
રિટેલ માર્કેટમાં સોનાના ભાવ જણાવીએ તો, આજે રિટેલ માર્કેટમાં સોનાના ભાવમાં સારી વૃદ્ધિ સાથે કારોબાર થઈ રહ્યો છે. આજે સોનું માત્ર દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં જ મોંઘુ નથી થયું પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ તેની કિંમતો વધી છે. દેશના ચાર મહાનગરોમાં સોનાના ભાવ જણાવીએ તો, દિલ્હી શહેરમાં સોનું ૧૭૦ રૂપિયાના વધારા સાથે ૬૦૩૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે, મુંબઈ શહેરમાં સોનું રૂ.૧૬૦ના વધારા સાથે રૂ.૬૦૧૬૦ પ્રતિ ૧૦ ગ્રામ પર છે, કોલકાતા શહેરમાં સોનું ૧૬૦ રૂપિયાના વધારા સાથે ૬૦૧૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે અને ચેન્નાઈ શહેરમાં સોનું રૂ.૧૯૦ના વધારા સાથે રૂ.૬૦૫૭૦ પ્રતિ ૧૦ ગ્રામ પર છે.
ગુજરાતમાં પણ સોનાના ભાવમાં થોડી તેજી જાેવા મળી રહી છે. આરવ બુલિયન્સ દ્વારા જાહેર રેટ અનુસાર ૧૨.૨૬ વાગે સોનુ અમદાવાદમાં ૬૧૪૪૭ રૂપિયા અને રાજકોટમાં ૬૧૪૬૭ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે. નબળા ડૉલર અને યુએસ ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાપકપણે અપેક્ષિત દરમાં વધારો કર્યા પછી તેના નાણાકીય કડક ચક્રને સમાપ્ત કરશે તેવી અપેક્ષાએ મંગળવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. સ્પોટ ગોલ્ડ ૦.૪ ટકા વધીને ઇં૧,૯૬૨.૮૩૦૭ પ્રતિ ઔંસ થયું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ ૦.૧% વધીને ઇં૧,૯૬૪.૬૦ પર પહોંચી ગયો છે.
Recent Comments