અમરેલી

અધિક માસ નિમિતે સમસ્ત દામનગર શહેર આયોજિત જયેશભાઈ પંડયાના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે

દામનગર શહેર માં પટેલવાડી ખાતે અધિક માસ નિમિતે સમસ્ત દામનગર શહેર આયોજિત જયેશભાઈ પંડયા ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા યોજાશે આગામી તા.૨૯/૦૭/૨૩ થી પ્રારંભ થતી શ્રી મદ્રભાગવત કથા તા.૦૪/૦૮/૨૩ ના રોજ પુર્ણાહુતી થશે જંગર નિવાસી વિદ્વાન ભાગવતચાર્ય જયેશભાઈ પંડયા ના વ્યાસાસને રોજ બપોર પછી ૩-૦૦ થી સાંજ ના ૬-૦૦ સુધી એકસત્ર ચાલનાર શ્રીમદ્ર ભાગવત કથા માં સમસ્ત દામનગર શહેર ની અઢારેય આલમ ના સયુંકત સંકલન સહયોગ થી અધિક માસ નિમિતે સુંદર આયોજન કરાયું છે અધિક માસ નિમિતે યોજાનાર શ્રીમદ્ર ભાગવત કથા નો વિશેષ ધર્મલાભ મેળવવા અનુરોધ કરાયો છે

Related Posts