અમરેલી

સાવરકુંડલા શહેરમાં તાલુકા કક્ષાનું 7 એકર જમીનમાં સ્પોર્ટસ સંકુલ નિર્માણ પામશે.

સાવરકુંડલા શહેર ઉપરાંત તાલુકાના બાળકો, યુવાનોને રમત ગમત બાબતે કારકિર્દી બનાવવા તેમજ તાલુકા વાસીઓમાં તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે સાવરકુંડલા તાલુકામાં ગુજરાત રાજ્ય સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સાવરકુંડલા શહેર ખાતે તાલુકા કક્ષાનું રમત સંકુલ મંજુર કરી તેમની ટેન્ડર પ્રકિયા પણ કરી દેવા આવી છે.
           સાવરકુંડલા ખાતે સાત એકર જમીનમાં પ્રથમ વખત સ્પોર્ટસ સંકુલનું નિમાર્ણ પામશે જેમાં કબડી, ખોખો, વોલીબોલ, ટેનિસ વગેરે રમતોના મેદાનો બનાવાશે તેમજ એથ્લેટીક્સ ટ્રેક, ટેબલ ટેનિસ, બેડમિન્ટ્ન અને અન્ય રમતો માટેના કોર્ટની સુવિધાઓ બનાવાશે. જે અમરેલી જીલ્લાનું પ્રથમ તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનશે અંગે અમરેલી જીલ્લા કલેક્ટર દ્વારા રમત ગમત વિભાગને જમીનની ફાળવણી કરવાનો હુકમ દેવામાં આવ્યો હતો. જે સ્પોર્ટસ સંકુલ અને મેદાનોમાં ઈન ડોર અને આઉટ ડોર બંને પ્રકારની રમતો રમી શકાશે. સાવરકુંડલામાં જે જગ્યાએ સ્પોર્ટસ સંકુલ બનવા જઈ રહ્યું તે સ્થળનું જીલ્લા રમત ગમતની ટીમ તથા અધિકારીઓ અને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય દ્વારા સ્થળનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું
            અમરેલી જીલ્લા રમત ગમત અધિકારી અશરફ કુરેશીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ખેલો ઈન્ડિયા યોજના અન્વયે રાજ્યમાં ખેલ કુદના વાતાવરણનું નિર્માણ થાય ગ્રામ્ય કક્ષાએ પડેલી પ્રતિભાને ઓળખી ખેલાડીઓની પસંદગી અને કૌશલ્ય વર્ધન તથા પ્રશિક્ષણ હેતુ યોગ્ય મેદાનો અને માળખાકીય સુવિધાઓ અને સવલતો ઉભી કરવાનું આયોજન સમગ્ર રાજ્યમાં છે.
         વિવિધ તાલુકાઓમાં તાલુકા કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાના આયોજન થઈ રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા શહેરના મહુવા રોડ ખાતે સાત  એકર સરકારી પડતર જમીનમાં અમરેલી જીલ્લાનું પ્રથમ તાલુકા કક્ષાનું ઈનડોર અને આઉટ ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાની ટેન્ડર પ્રકિયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

         અમરેલી જીલ્લા કલેકટર દ્વારા રમત ગમત વિભાગને જમીનનો તબદલી હુકમ કરી દીધો છે. અમરેલી રમત ગમત વિભાગ દ્વારા આ જમીનનો કબઝો સંભાળી સ્પોટર્સ સંકુલ માટે આગળની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવિ છે. સાવરકુંડલા ના ધારાસભ્ય દ્વારા જમીનના સોઈલ ટેસ્ટના નમુના લેવાઈ રહ્યા હતા ત્યારે સ્થળ ખાતે રૂબરૂ હાજર રહ્યા હતા અને જમીનનું નિરિક્ષણ કર્યું હતું.

Related Posts