તમિલનાડુના તિરુચિરાપલ્લીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સોમવારે સવારે લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં ૧૫૪ પેસેન્જર હતા. મળતી માહિતી મુજબ આ એરક્રાફ્ટનું લેન્ડિંગ તિરુવનંતપુરમના એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે ટેકનિકલ કારણોસર આ લેન્ડિંગ થયું છે. આ વિમાને તમિલનાડુના તિરુચિરાપલ્લીથી સવારે ૧૦ઃ૪૫ વાગ્યે ઉડાન ભરી હતી. જ્યારે એર ટ્રાફિક કંટ્રોલને એરક્રાફ્ટમાં ખરાબી અંગે જાણ થઈ ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ ફૂટ ઈમરજન્સી જાહેર કરી હતી. ઇમરજન્સીની ઘોષણા ઉપરાંત, એરપોર્ટ પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ કર્યા બાદ વિમાન લગભગ ૫૦ મિનિટ સુધી હવામાં રહ્યું હતું. બાદમાં તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, બપોરે તિરુવનંતપુરમમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ ૧૫૪ મુસાફરો હતા. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર ૈંઠ૬૧૩ એ આજે ??તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાવચેતીભર્યું લેન્ડિંગ કર્યું હતું. ટેકઓફ બાદ ટેક્નિકલ ખામી સર્જાતા આ ર્નિણય લેવામાં આવ્યો છે. એરલાઈને સ્પષ્ટતા કરી હતી કે તે ઈમરજન્સી લેન્ડિંગ નથી.
તમિલનાડુના તિરુચિરાપલ્લીથી શારજાહ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાતા

Recent Comments