તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે નવા નિરના વધામણા કરતા ગામજનો
ચોમાસાની શરૂઆતના બે મહિનાની અંદર સારો વરસાદ પડી જતા તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ચેકડેમ, તળાવ ભરાયા છે.ગામની સીમમાં આવેલા તળાવમાં સૌએ નવા નિરના હરખભેર વધામણા કર્યા હતા. જેમાં સુરત સ્થિત વતનપ્રેમી ભાઈઓ તેમજ ગામજનો જોડાયા હતા. સુરત સ્થિત વતન પ્રેમીઓએ પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સ્થાન ઘાટ, તેમજ મોક્ષ ધામની પણ મુલાકાત કરી હતી.જેમાં ગોરધનભાઈ ગોટી, હરુભા રાણા,ભવાનભાઈ ભિકડીયા, ચંદુભાઈ ભિકડીયા, સુરેશભાઈ ભિકડિયા, બાબુભાઈ ભિકડિયા, નીતિનભાઈ જોશી સહિતના સૌ જોડાયા હતા.
Recent Comments