fbpx
રાષ્ટ્રીય

ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે સોના – ચાંદી સસ્તાં થયા

બુલિયન માર્કેટમાં સતત નરમાશ જાેવા મળી રહી છે. સ્થાનિક વાયદા બજાર એટલે કે એમ.સી.એકસ (સ્ઝ્રઠ) પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એમ.સી.એકસ (સ્ઝ્રઠ) પર સોનાની કિંમત ઘટીને ૫૯૪૨૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલી છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. એમ.સી.એકસ (સ્ઝ્રઠ) પર ચાંદીના ભાવમાંપણ ઘટાડા સાથે થયો ૭૫,૩૩૦.૦૦ રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર શરૂ થયો છે. એમ.સી.એકસ (સ્ઝ્રઠ) માં સોના – ચાંદીનો છેલ્લો બંધ ભાવ ૦૧/૦૮/૨૦૨૩, ૧૧ઃ૪૪ અપડેટ અનુસાર સોનું ૫૯૩૫૦.૦૦ -૨૧૮.૦૦ (-૦.૩૭%) અને ચાંદી ઃ૭૪૮૨૯.૦૦ -૫૯૮.૦૦ (-૦.૭૯%) ની સ્થિતિ પર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી…હાલ ચાલ.. જણાવીએ તો, આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં નરમાશના કારણે ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની કિંમત લગભગ ઇં૧૧ ઘટી ગઈ છે. નવીનતમ દર ઔંસ દીઠ ઇં૧૯૯૮ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોમેક્સ પર ચાંદી ૨૫ ડોલરની નીચે સરકી ગઈ છે. સોના-ચાંદી અંગે નિષ્ણાતોનો અભિપ્રાય… જે જણાવીએ તો, કેડિયા કોમોડિટીઝના અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધુ વધારો નોંધાઈ શકે છે. એમ.સી.એકસ (સ્ઝ્રઠ) પર રૂ. ૬૦૦૦૦ના દરે સોનું ખરીદવાનો અભિપ્રાય છે. આગળ સોનું ૬૦૩૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શશે. આ માટે નીચે રૂ.૫૯૮૨૦ નો સ્ટોપલોસ રાખવાની સલાહ આપી છે. ગુજરાતમાં ૧૦ ગ્રામ સોનાના ભાવ સોર્સ આરવબુલેટીનથી જાણવા મળ્યું પ્રમાણે આ મુજબનો છે જેમાં અમદાવાદનો સોનાનો ભાવ ૬૧૩૯૯ અને રાજકોટનો સોનાનો ભાવ ૬૧૪૧૯ જેટલો બોલાય છે.

Follow Me:

Related Posts