સાવરકુંડલા પ્રીયાંશી સ્કૂલ ખાતે ધોરણ 2 ના બાળકો દ્વારા માટીના શાકભાજી, ફળો બનાવી પોતાની કલા અને સર્જન વિકસાવવામાં આવ્યા.ફળો અને શાકભાજીના ગુણો તેના ફાયદાઓનો તેની સમજણ બાળકો દ્વારા આપવામાં આવી.
સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ પ્રીયાંશી પ્લે હાઉસ નર્સરી અને આર.કે.વિદ્યાલયના ધોરણ 2 ના વિદ્યાર્થીઓ બાળકો દ્વારા પોતાના હાથે જાતે માટીના શાકભાજી અને ફળો બનાવી તેમાં કલરો પુરવામાં આવ્યા હતા.ધોરણ 2 ના બાળકો દ્વારા કેળા, સફરજન, આલુ, દાડમ, નાસપતી, કેરી, ખારેક, ચીકુ વગેરે ફળો તેમજ રીંગણા, બટેટા, ગાજર, મૂળા, ભીંડો, ગુવાર, મરચા, લસણ, ડુંગળી, સરગવો, ફલાવર, લીંબુ વગેરે શાકભાજી ખેતરાઉ માટી માંથી બનાવી તેના ઉપર આબેહૂબ કલાત્મક રંગો કલરો પુરવામાં આવ્યા હતા.
પ્રીયાંશી પ્લે હાઉસ નર્સરી અને આર.કે.વિદ્યાલયના ધોરણ 2 ના વિદ્યાર્થીઓ બાળકો દ્વારા અલગ અલગ ફળો અને શાકભાજી બનાવી તેમના ગુણધર્મો તેમાંથી મળતા વિટામિન તેમના ફાયદાઓનો કલાસ રૂમમાં ખ્યાલ આપી શાળાના અન્ય વિદ્યાર્થીઓને ખ્યાલ આપ્યો હતો શાળાના શિક્ષક આશાબેન દ્વારા જણાવ્યું હતું કે બાળકો પોતાના હાથનો ઉપયોગ કરી સર્જનનો આનંદ મેળવે એ માટે તેમને આવી પ્રવૃત્તિઓ કરાવી તેમાં રહેલી કલાત્મક શક્તિ વધે છે ધોરણ બે નો વિદ્યાર્થીઓ યુગ ગીરી ગોસ્વામી દ્વારા વિવિધ ફળો બનાવી તેમાંથી મળતા વિટામિન, ફાયદા જણાવ્યા હતા આ તકે શાળાના પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી, ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી તેમજ શાળાના તમામ શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments