fbpx
ગુજરાત

સીઆર પાટીલ પાસેથી ૮ કરોડની ખંડણી માગવાના કેસમાં રેલો ભાજપના જ એક મોટાગજાના નેતા સુધી પહોંચ્યો

ભાજપના નેતાઓ તથા કાર્યકરો અને પ્રદેશ પ્રખુશ વિશે આપત્તિજનક ઉચ્ચારણ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સીઆર પાટીલ પાસેથી ૮ કરોડની ખંડણી માગવાના કેસમાં અમદાવાદના આરોપી જિનેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં રેલો ભાજપના જ એક મોટાગજાના નેતા સુધી પહોંચ્યો છે. તપાસમાં જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ફરી સવાલ ઉઠ્‌યો છે કે શું ભાજપમાં જ આંતરિક ડખા છે. શું સીઆર પાટીલને બદનામ કરવાનો રેલો પૂર્વમંત્રી ગણપત વસાવા સુધી પહોંચશે? આ નેતા સમર્થકોની સંડોવણી તો ખૂલી પડી છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વિરૂદ્ધનાં પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ચૂંટણી ફંડનાં દુરૂપયોગ અંગે ગંભીર આરોપો સાથે પત્રિકા ફરતી કરાઇ હતી. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે જીતેન્દ્ર શાહ નામના યુવકની ધરપકડ પણ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાજપના કેટલાક કાર્યકર્તાઓની પૂછપરછ પણ કરી હતી. ત્યારે સુરત જિલ્લાના એક દિગ્ગજ નેતાને સુરત ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે કાંઈ બોલવા તૈયાર નથી. પોલીસ તપાસ બાદ વધુ લોકોની ધરપકડ અને કેટલાંકની સામેલગીરીની વાત બહાર આવી, પછી મેં પાટીલ સાથે રૂબરૂ મળીને જેની સંડોેવણી હોય તેમની સામે કાર્યવાહી કરવી જાેઇએ તેવી રજૂઆત કરી છે. ઘટનામાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ સાથે મારો સંપર્ક નથી. જિનેન્દ્રની સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના સમર્થક તથા કોસંબાના પદાધિકારી હરદીપસિંહ અટોદરિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અટોદરિયાને જવાબ લખાવવા બોલાવ્યા હતા. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપમાં જૂથબંધી હોવાનું ખૂલી રહ્યું છે. જે બતાવે છે કે, ભાજપમાં આંતરિક ડખા છે. સવાલ એ છે કે શું આ કેસનો રેલો ગણપત વસાવા સુધી આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગણપત વસાવાએ સ્પષ્ટતા કરી કે, મને આ બાતની જાણ થઈ છે, પણ મારો તેમાં કોઈ રોલ નથી.

Follow Me:

Related Posts