રાજકોટના સોની બજાર પર બંગાળી કારીગરોનું સામ્રાજ્યગેરકાયદે પ્રવૃત્તિ કરનારા કારીગર નકલી આધારકાર્ડ-પાનકાર્ડથી દુકાન ભાડે લે છે
રાજકોટમાં અલકાયદાના આતંકી પકડાયા બાદ રાજકોટના સોનાના વેપારીઓની ચિંતા વધી છે, કારણ કે આ વખતે સોનાના કારીગરોના રૂપમાં છ્જીએ ૩ આતંકીઓને દબોચ્યા છે. ત્યારે હવે રાજકોટના સોનાના વેપારીઓમાં કારીગરોને કામ પર રાખવાને લઈ અસમંજસ છે. અનેક વેપારીઓ એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે બંગાળથી આવતા કારીગરોએ સોની બજારમાં પોતાનું એક તરફી શાસન ઉભું કરી રહ્યા છે. ત્યારે આ ખાસમાં ગેરકાયદે પ્રવત્તિ કરનારા કારીગરોની ખતરનાક મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આ મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો રાજકોટમાં બંગાળી કારીગરોએ એક તરફી સામ્રાજ્ય ઉભુ કરીને દુકાનો અને મકાન ખરીદી લે છે. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા કારીગર નકલી આધારકાર્ડ-પાનકાર્ડથી દુકાન ભાડે લે છે. બાદમાં તેજ દુકાન અને મકાન ખરીદી લે છે. આવા લોકો પહેલાં ૧૦ દુકાન ભાડે લે છે, પછી ૨ દુકાનો ખરીદી લે છે. જેમાં તેઓ વચ્ચેની દુકાનો છોડીને આજુબાજુની દુકાનો ખરીદે છે. જેથી વચ્ચેની દુકાનના માલિકો સમય જતાં મજબૂરીમાં પોતાની દુકાન સસ્તાંમાં વેંચી દે છે.
આમ આ તમામ દુકાનો એક જ વર્ગના લોકો ખરીદી લે છે. અને પોતાનું એક તરફી સામ્રાજ્ય ઉભું કરે છે. જેથી બીજા લોકો તે વિસ્તારમાં જવાનું ટાળે છે. આમ, લોકોની અવરજવર ઓછી થતાં આવા આતંકીઓને પોતાના મનસૂબા પાર પાડવા માટે મોકળું મેદાન મળી રહે છે. રાજકોટમાંથી પકડાયેલા આતંકીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બંગાળી કારીગરોનું રાજકોટના સોની બજાર પર સામ્રાજ્ય છવાયેલું છે. આ બાબતે રાજકોટના સોની વેપારીઓ અને અલગ અલગ સમાજના અગ્રણીઓએ પણ વિચારવા જેવું છે. સોની બજારમાં પહેલા દુકાન ભાડેથી રાખે પછી ખરીદી લેતા હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. સોનાની કારીગરીનું કામ કરતા કારીગરો પાસેથી દુકાન ખરીદવા ફંડ ક્યાંથી આવે છે તેની પણ તપાસ થવી જાેઈએ. સોની બજારમાં દુકાનો ખરીદવામાં પણ ચોક્કસ રણનીતિ અપનાવી સામ્રાજ્ય ઊભું કરાયું. રાજકોટના સોની બજારને લઇ ચોંકાવનારો ઘટસ્ફોટ એવો પણ થયો છે, છેલ્લા ૨૫ વર્ષમાં કારીગરો ૧૦૦ કરોડના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા છે. છેલ્લા ૨૫ વર્ષમાં ૧૦૦ કરોડના સોનાના દાગીના લઈને કારીગરો ભાગી ગયા છે.
વિશ્વમાં સોના ચાંદી અને ઇમિટેશનના ધરેણામાં બંગાળી કારીગરો પર આધાર છે. આ વિશે રાજકોટ ગોલ્ડ એસોસીએશનના ભાયાભાઈ સોહાલિયા કહે છે, મોટા ભાગની પોલીસ ફરિયાદ થતી નથી. બંગાળી કારીગરો વિશ્વાસ સંપાદન કરી સોના ચાંદી લઇને છું થઇ જાય છે. રાજકોટ સોની બજારમાંથી અલકાયદાના ત્રણ આતંકીઓ છ્જી એ ઝડપી લેતા સોની બજાર હડકંપ મચી ગયો છે. આ વિશે રાજકોટ જેમ્સ એન્ડ જવેલર્સ એસોસિએશનના મંત્રી મયુર આડેસરાએ જણાવ્યું કે, બંગાળી કારીગરો સોની વેપારીઓનું કરોડો રૂપિયાનું સોનું ઓળવી જાય છે. રજિસ્ટ્રેશન ફરજીયાત કરવા સૂચના છતાં સોની વેપારીઓ રજિસ્ટ્રેશન કરાવતા નથી. પોલીસે વેરિફિકેશન કરવું જાેઈએ તે પણ થતું નથી. દુકાનો કે મકાનો ભાડે રાખી સોનાના દાગીનાનું ઘડામણ કરતા હોય છે. અમુક કારીગરો મહેનત કરી દુકાનો ખરીદી કરે છે. બંગાળી કારીગરો જે દુકાનો કે મકાનોની ખરીદી કરે છે તેની પાસે રૂપિયા ક્યાં થી આવે છે અને કોઈ ફન્ડીંગ કરે છે કે નહીં તેની તપાસ થવી જરૂરી. સોની બજારમાં ૫૦ થી ૭૦ હજાર બંગાળી કારીગરો ઘરેણાં બનાવે છે. રજિસ્ટ્રેશન કરાવવા જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવશે. પોલીસ દ્વારા નિયમિત ચેકીંગ થાય તે પણ જરૂરી છે. ત્યારે છ્જી દ્વારા ત્રણ શંકાસ્પદ આંતકવાદીઓ ઝડપાયા બાદ મોટા ખુલાસા થઈ રહ્યા છે. રાજકોટ સોની બજારમાં ૫૦ હજાર કરતા વધુ બંગાળી કારીગરો પણ રજિસ્ટ્રેશન માત્ર ૫૦૦ જ બંગાળી કારીગરોનું છે. કેમ રજિસ્ટ્રેશન નહિ તે મોટો સવાલ છે.
Recent Comments