fbpx
ગુજરાત

શારીરિક કમી પણ પ્રબળ ઈચ્છા શક્તિ સામે પરાસ્ત થઈ શકેફૂડ બ્લોગર અંકિતના ૧૦,૦૦૦ થી પણ વધુ ફોલોવર્સ

અંકિત નાનપણથી દિવ્યાંગ છે. હાલ ગુજરાત ભરના લોકો તેને ચટોરા અંકિત તરીકે ઓળખે છે. પરંતુ ચટોરા અંકિત થવા પાછળ એક માર્મિક ઘટના પણ છે. અરે અંકિતા ધોરણ ૧૦ માં ભણતો હતો ત્યારે તેના મિત્રો ફરવા ગયા હતા પરંતુ અંકિત દિવ્યાંગ હોવાના કારણે તેને લઈને ગયા નહોતા. આ વાત અંકિતને ખૂબ જ ખોટી લાગી હતી જ્યારે તેને પોતાના એક મિત્રને પૂછ્યું કે તમે લોકો મને શા માટે ફરવા નહીં લઈ ગયા ત્યારે તેના મિત્રએ કહ્યું હતું કે, તું મારા પર આશ્રિત છે અને મારા વગર કઈ ક્યાંક પણ જઈ શકતો નથી. અને આ વાત અંકિતના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. આ એક વાત ના કારણે આજે અંકિત બરનવાળાને સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેને લોકો યુ ટુબર અને ફૂડ બ્લોગર તરીકે લોકો ઓળખતા થયા છે. જાેકે આ પાછળ તેને અથાગ મહેનત અને પરિશ્રમ પણ છે. અહીં સુધી પહોંચવા માટે અંકિતે ઘણું સ્ટ્રગલ કર્યું છે. અને તેની મહેનતનું ફળ હવે તેને મળ્યું છે.સુરતના અંકિતે શારીરિક કમી પણ પ્રબળ ઈચ્છા શક્તિ સામે પરાસ્ત થઈ શકે છે ,અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને સાબિત કરી બતાવ્યું છે.

અંકિતના ૧૦,૦૦૦ થી પણ વધુ ફોલોવર્સ છે. આજનો યુગએ ટેક્નોલોજીને ક્ષેત્રે ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકો કોઈ પણ કાર્ય કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.શું ખાવુંએ બાબતે પણ લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી પસંગી કરે છે છે.અને આ વધતા ક્રેઝને લઇ કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ જય ત્યાંના ફૂડ વિષે સોશ્યલ મીડિયા પાર માહિતી આપી ફૂડ બ્લોગર બને છે.અને યંગસ્ટરમાં ફૂડ બોલગીંગનો ક્રેઝ વધુ જાેવા મળે છે. અંકિતે જણાવ્યું હતું કે, તેમનો જ્યારે જન્મ થયો ત્યારે તેમને સ્પાઇન કોરમાં ટ્યુમર હતું અને જાે એ ફાટી જાત તો તેનું મૃત્યુ થઈ જાય તેવી સ્થિતિ હતી જેથી તેઓ જ્યારે ત્રણ મહિનાના હતા ત્યારે તેમનો ઓપરેશન કરવામાં આવ્યું અને આ ઓપરેશન દરમિયાન તેમના પગની કોઈ નસ દબાઈ ગઈ અથવા તો કપાઈ ગઈ અને ત્યારથી તેઓ ચાલી નથી શકતા. અત્યાર સુધી ૨૫ રાજ્યોમાં તેઓ ડોક્ટરોને બતાવી ચૂક્યા છે પરંતુ કશે જ તેનો ઈલાજ ન થતા આખરે તેઓએ તેમની આ કમીને અપનાવી લીધી હતી. અને ત્યારબાદ વિહિલચેરના સહારે તેણે તેની સફળ શરૂ કરી તે જાતે ચાલી ન શકવાને કારણે તેના મિત્રોએ તેમની ઘણી મદદ કરી અને વિડીયોગ્રાફીના કેમેરા અને સાધનનો ઉપયોગ કરી ફૂડ બ્લોગીગ ચાલુ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/