ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટે ઁસ્ મોદીને આમંત્રણ આપવામાં આવ્યુંહીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યાં
સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ધાટનનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું છે. આજે હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદઘાટન માટે તારીખ માંગવામાં આવી હતી તેમજ સુરતનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થાય એ માટે પણ રજૂઆત કરી હતી.મહત્વનુ છે કે ડાયમંડ બુર્સને વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તેમજ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે માનવમાં આવે છે જેના ઉદઘાટન પહેલા જ ખ્યાતિપ્રાપ્ત બની ચૂકેલા સુરતના ખજાેદ સ્થિત સુરત હીરા બુર્સથી નાનામાં નાનો વ્યક્તિ માહિતગાર છે. આજે હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદઘાટન માટે તારીખ માંગવામાં આવી હતી.
આ સાથે સુરતનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થાય એ માટે પણ રજૂઆત કરી હતી. આ મીટીંગના અંતે ડીસેમ્બર મહિનામાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડીંગ હબ એટલે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટે આજે સાંસદ સી.આર.પાટીલ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી, ગોવિંદભાઈ, નાગજીભાઈ,લાલજીભાઈ,ઈશ્વરભાઈ નાવડિયા, અરવિંદ ભાઈ ધાનેરા, મથુર ભાઈ સવાણી સહિતના આગેવાનો ભેગા થઈને આજે પીએમ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટેની તારીખ માંગવા માટે ગયા હતા. ચર્ચાના અંતે ડીસેમ્બર મહિનાની ૧૭ અથવા ૨૪ સંભવિત તારીખ પીએમ તરફથી મળે એવું અમારું અનુમાન છે. સાથે સાથે સુરતનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થાય એ માટે પણ અમે રજૂઆત કરી હતી. આ માટે પોઝીટીવ રીસ્પોસ્ન પણ પીએમ નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને મળ્યો છે. અમને ખાતરી છે કે ડાયમંડ બુર્સના ઉદ્ધાટનની સાથે સાથે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન પણ ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થાય.
Recent Comments