અમરેલી

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં તાડપત્રી, મચ્છર જાળી અને હાઇજેનિક કીટનું વિતરણ….

હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય અને સૌરાષ્ટ્ર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોય અને હાલ પણ  પડી રહેલ હોય ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદના કારણે ભારે હાલાકી ભોગવેલ તથા તેઓના ઝૂંપડાંઓમા પણ નુકસાન થયેલ હોય આવી વિકટ પરિસ્થિતિમાં તેમની ઉપર આવી પડેલ મુશ્કેલ ઘડીમાં તેઓને મદદરૂપ થવાના ઉમદા આશયથી સાવરકુંડલા ની માનવતા વાદી સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ દ્વારા આવા ઝુપડપટ્ટી વાળા વિસ્તારમાં તાડપત્રી મચ્છર જાળી અને હાઇજેનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા સાથે વોલંટીયર્સ  દર્શન પંડ્યા, ધવલ ચાવડા, ઉર્વી મકવાણા તથા જાનકી જયાણી વગેરે ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઇ જરૂરિયાતમંદ લોકોને મચ્છર જાળી, તાલપત્રી અને હાઈજેનિક કીટનું વિતરણ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ દ્વારા રાહત દરે એમ્બ્યુલન્સ સેવા, આઇ ડોનેશન, બ્લડ કેમ્પ, થેલેસેમિયા કેમ્પ, એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોર્સ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Related Posts