fbpx
ગુજરાત

૬ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત સહીત દેશભરના ૫૦૮ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આધારશિલા રાખશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૬ ઓગસ્ટે સવારે ૧૧ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના ૫૦૮ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આધારશિલા રાખવાના છે. આ રિડેવલોપમેન્ટનું કામ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરમાં કુલ ૧૩૦૯ સ્ટેશનોનું રિડેવલોપમેન્ટ કરવાનું છે. આ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૫૦૮ રેલવે સ્ટેશનોના રિડેવલોપમેન્ટનું કામ પૂરુ કરવા માટે આધારશિલા રાખશે. આ હેઠળ કુલ ખર્ચ ૨૪,૪૭૦ કરોડ રૂપિયાથી વધુ થશે. આ ખર્ચથી સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. શહેરના બંને છેડાના યોગ્ય એકીકરણ સાથે આ સ્ટેશનોને સિટી સેન્ટરના રૂપમાં વિકસિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ૫૦૮ સ્ટેશન ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ૫૫-૫૫, બિહારમાં ૪૯, મહારાષ્ટ્રમાં ૪૪, પશ્ચિમ બંગાળમાં ૩૭, મધ્યપ્રદેશમાં ૩૪, અસમમાં ૩૨, ઓડિશામાં ૨૫, પંજાબમાં ૨૨ સ્ટેશન, ગુજરાત અને તેલંગણામાં ૨૧-૨૧, ઝારખંડમાં ૨૦, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ૧૮-૧૮, હરિયાણામાં ૧૫, કર્ણાટકમાં ૧૩ સ્ટેશન સામેલ છે. આ રેલવે સ્ટેશન આધુનિક યાત્રિકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ સાથે સારા પ્રકારની ડિઝાઇન, અવર-જવરની સુવિધા, અંતર મોડલ રજિસ્ટર્ડ અને સ્ટેશન ભવનોની ડિઝાઇન સ્થાયી સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે. આ રેલવે સ્ટેશન તે શહેર કે સ્થાનની સુંદરતાને પ્રદર્શિત કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે અત્યાધુનિક જાહેર પરિવહનની જાેગવાઈ પર ભાર આપી રહ્યું છે. તેને જાેતા રેલવે દેશભરમાં લોકોનું પરિવહનનું પસંદગીનું સાધન છે. તેવામાં રેલવે સ્ટેશન પર વિશ્વ સ્તરની સુવિધા જાેડવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts