મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્ડીયા શ્રીયુત એલેક્ષ એલીસગુજરાતના ફાયનાન્સિયલ મેનેજમેન્?ટ એ
જ્યુકેશન સેક્ટર અને ઈન્?ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્?ટ વિશેની સિધ્ધિઓથી પ્રભાવિત થતા બ્રિટીશ હાઈકમિશન? મુખ્યમંત્રીએ વાયબ્રન્?ટ સમિટ-૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું? ગ્રીન ગ્રોથ-રીન્યુએબલ એનર્જી-હાઈબ્રિડ એનર્જી સેક્ટરમાં ગુજરાતની અગ્રેસરતાની જાણકારી આપી? મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલને યુ.કે મુલાકાત માટે બ્રિટીશ હાઈકમિશનરનું નિમંત્રણમુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્?ડીયા શ્રીયુત એલેક્ષ એલીસે ગાંધીનગરમાં લીધી હતી.
ગાંધીનગર,મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરશ્રીએ ગુજરાતના ફાયનાન્?સિયલ મેનેજમેન્?ટ, એજ્યુકેશન, હાયર એજ્યુકેશન તથા ઈન્?ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્?ટમાં જે સિધ્ધિઓ મેળવી છે તે વિશે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતે આ વર્ષે બજેટની સાઈઝમાં ૨૩ ટકાનો વધારો કર્યો છે અને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે. એટલું જ નહિ, ઝડપથી વિકાસ દર હાંસલ કરવા માટે કેપિટલ એક્સ્પેન્?ડીચરમાં ૯૨ ટકાની વૃદ્ધિ કરેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે રોબસ્ટ ઈન્?ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ગુજરાત પાસે હોવાને કારણે દેશ-વિદેશના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્?વેસ્ટમેન્?ટ બન્યું છે તેમ પણ ઉમેર્યું હતું. એજ્યુકેશન સેક્ટરમાં સ્માર્ટ સ્કુલના કોન્?સેપ્ટથી સ્કુલ એજ્યુકેશનમાં ખાસ કરીને ટ્રાઈબલ એરિયામાં નવા પરિમાણો ઉમેરાયા છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. બાળકોની હાજરીનાં ઓનલાઈન મૂલ્યાંકન માટે વિદ્યા સમીક્ષા કેન્?દ્ર, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીઓ સાથે કોલોબરેશન અંગે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. બ્રિટનની એડીન બર્ગ યુનિવર્સિટી ગુજરાતમાં બાયોટેકનોલોજીના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહભાગી બની છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. બ્રિટીશ હાઈકમિશનર શ્રીયુત એલેક્ષ એલીસનું ફેમીલી બેકગ્રાઉન્?ડ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલું હોવાનો વિશેષ ઉલ્લેખ કરતાં હાઈકમિશનર એજ્યુકેશન સેક્ટરમાં ગુજરાતની આ બધી જ પહેલથી પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્?દ્ર પટેલે તેમને ગુજરાતે ગ્રીન ગ્રોથ-રીન્યુએબલ એનર્જી અને હાઈબ્રીડ એનર્જી સેક્ટરમાં અગ્રેસરતા મેળવી છે તેની પણ જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ક્લાયમેટ ચેન્જનું અલાયદુ ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવાની કરેલી પહેલ તેમજ ચારણકામાં વિશાળ સોલાર પાર્ક સ્થાપીને સોલાર એનર્જીના મહત્તમ ઉપયોગ માટેની પ્રેરણા આપી છે તેની પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિગતો આપી હતી. ૨૦૩૦ સુધીમાં ગ્રીન એનર્જીના વધુ ઉપયોગ તથા ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષમાં પણ ગુજરાત સિંહફાળો આપવા સજ્જ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી ઓલમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે તે સંદર્ભમાં ઓલમ્પિક નગર અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયમાં બ્રિટનની જે તજજ્ઞતા અને આ ગેમ્સના આયોજનનો બહોળો અનુભવ છે તેનો લાભ ગુજરાતને કઈ રીતે મળે તે અંગે પણ પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરે ગુજરાતના કલ્ચર, ટ્રેડિશન, વોટર મેનેજમેન્?ટ જેવાં સેક્ટર્સ અને ગિફ્ટ સિટિ અંગે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્?ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશનમાં યુ.કે ડેલિગેશનને જાેડાવા માટે મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટીશ હાઈકમિશનરશ્રીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલને યુ.કે.ની મુલાકાત માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું. આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્યસચિવ શ્રી એસ.જે. હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments